Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

અય મેરે પ્યારે વતન... તૂજ પે દિલ કુરબાન, તુહી મેરી આરઝુ, તુહી મેરી આબરૂ, તુહી મેરી જાન...

કાલે વતન પ્રેમ વરસશે : પ્રજાસત્તાક પર્વે દેશભકિતના કાર્યક્રમો

કોરોના સંક્રમણ ધ્યાને લઇ સાદગીભેર છતા ગરીમાપૂર્ણ થશે ઉજવણી : ચૌધરી મેદાન અને શાળા કચેરીઓમાં તિરંગો લહેરાશે

રાજકોટ તા. ૨૫ : કાલે પ્રજાસત્તાક પર્વની ગૌરવભેર ઉજવણી થશે. કોરોના સંક્રમણ ધ્યાને લઇ સરકારી ગાઇડ લાઇનને અનુસરીને સાદગીપૂર્ણ છતા ગરીમાભેર ઉજવણીના આયોજનો કરવામાં આવ્યા છે. રાષ્ટ્રધ્વજ લહેરાવવા સાથે દેશભકિતના કાર્યક્રમો આયોજીત થયા છે. ચૌધરી હાઇસ્કુલ ખાતે જિલ્લા પ્રશાસન દ્વારા ધ્વજ વંદનાનું આયોજન કરાયુ છે. તેમજ સરકારી કચેરીઓ અને કેટલીક શાળા કોલેજો અને સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રીપર્વની ઉજવણીના આયોજનો કરવામાં આવ્યા છે.

લાઇફ દ્વારા ગણતંત્ર પર્વે રકતદાન માટેની અપીલ

લાઇફ બ્લડ સેન્ટર દ્વારા ૭૧ માં ગણતંત્ર દિવસની ઉજવણીરૂપે લોકોએ રકતદાન કરવા અપીલ કરાઇ છે. રકતદાન ઝુંબેશમાં ખાસ કરીને યુવા વર્ગ વધુને વધુ જોડાઇને રાષ્ટ્ર પ્રેમ અદા કરે તેવી અપીલ લાઇફ બ્લડ સેન્ટરના મેડીકલ ડાયરેકટર ડો. સંજીવ નંદાણીએ અનુરોધ કર્યો છે.

જીવનનગરમાં ધ્વજવંદના અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

રૈયા રોડ પર બ્રહ્મસમાજ પાસે આવેલ જીવનનગર - ૧ ખાતે કાલે રાષ્ટ્રીય પર્વ નિમિતે ધ્વજવંદના અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. સવારે ૯ વાગ્યે અનિલ જ્ઞાન મંદિર ખાતે ધ્વજ વંદન કરાશે. ઉપરાંત વેશભુષા, નિબંધ-વકતૃત્વ-ચિત્ર સ્પર્ધા, રાષ્ટ્રીય એકતા રેલી, મશાલ સરઘસ, શૌર્યગીત સ્પર્ધાનું પણ આયોજન કરાયુ હોવાનું જીવનનગર વિકાસ સમિતિની યાદીમાં જણાવાયુ છે.

(4:17 pm IST)