Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

રૂખડીયાપરાના હુશેને મિત્ર શબ્બીરને દારૂ પીવા પૈસા ન દેતાં છરીથી હુમલોઃ ગંભીર ઇજા

શબ્બીરની પત્નિએ પાઇપના ઘા કર્યાઃ શબ્બીર પણ દાખલ થયોઃ તેણે હુશેન અને પોતાના બનેવી વિરૂધ્ધ ફરિયાદ કરીઃ ભગવતીપરામાં ઝઘડો કરી શબ્બીર તેની ઘરે ગયા બાદ હુશેન અને ફિરોઝભાઇ સમાધાન કરવા આવતાં હુમલો થયો

રાજકોટ તા. ૨૫: રૂખડીયાપરામાં રહેતાં અને રેલ્વે પાર્સલ ઓફિસમાં મજૂરી કરતાં યુવાન પાસે ભગવતીપરામાંથી આવેલા તેના મિત્રએ દારૂ પીવાના પૈસા માંગતા ન આપતાં તે ઝઘડો કરીને જતો રહેતાં એ યુવાનના બનેવીને સાથે લઇ તેની ઘરે માથાકુટનું સમાધાન કરવા જતાં તેણે ઉશ્કેરાઇ જઇ છરીથી હુમલો કરી પડખામાં ગંભીર ઇજા પહોંચાડી હતી અને તેના પત્નિએ પાઇપથી હુમલો કર્યો હતો. હુમલો કરનાર પણ બાદમાં હોસ્પિટલમાં દાખલ થયો હતો અને તેણે વળતી ફરિયાદ કરી હતી.

આ બનાવમાં પ્ર.નગર પોલીસે ભગવતીપરા-૬ શાળા નં. ૪૩ પાસે રહેતાં અને રેલ્વે પાર્સલ ઓફિસમાં મજૂરી કરતાં હુશેન આદમભાઇ ત્રાયા (સંધી) (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી રૂખડીયાપરાના શબ્બીર ઉર્ફ લાલો રાઠોડ અને તેના પત્નિ સામે આઇપીસી ૩૨૬, ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૧૩૫ (એ) મુજબ ગુનો નોંધ્યો છે.

હુશેને ફરિયાદમાં જણાવ્યું છે કે રવિવારે રાતે પોણા નવેક વાગ્ગયે હું શાળા નં. ૪૩ પાસે નદી કિનારે મિત્ર ફિરોઝ સાથે બેઠો હતો. ત્યારે રૂખડીયાપરામાં રહેતો શબ્બીર ઉર્ફ લાલો કે જે મારા મિત્ર ફિરોઝનો બનેવી થાય છે તે મારી પાસે આવેલ અને 'તું મને દારૂ પીવાના પૈસા આપ' તેમ કહેતાં મેં તેને પૈસા નથી તેમ કહેતાં ગાળાગાળી કરી હતી અને તેનું વાહન લઇને જતો રહ્યો હતો.

દસેક મિનીટ પછી હું અને ફિરોઝ સમાધાન કરવા બાઇકમાં બેસી શબ્બીર ઉર્ફ લાલાના ઘરે જતાં શબ્બીરે અચાનક ગાળાગાળો ઝપાઝપી ચાલુ કરી નેફામાંથી છરી કાઢીને હુમલો કરી જમણા પડખામાં ઘા મારી દીધો હતો. તેમજ જમણા બાવડા પર ઇજા કરી હતી. તેની પત્નિ પણ પાઇપ લઇને આવી હતી અને વાંસા તથા થાપાના ભાગે માર માર્યો હતો. છરી લાગી હોઇ મને મારો મિત્ર ડાડો કે જે રૂખડીયામાં રેહ છે તે હોસ્પિટલે લાવ્યો હતો. શબ્બીર ઉર્ફ લાલાએ દારૂ પીવાના પૈસા માંગતા ન આપતાં ઝઘડો કર્યો હોઇ તેનું સમાધાન કરવા જતાં મારા પર હુમલો થયો હતો. તેમ વધુમાં હુશેને ફરિયાદમાં જણાવતાં એએસઆઇ કે. એ. માલવીયા અને રામજીભાઇ પટેલે ગુનો નોંધ્યો હતો.

સામા પક્ષે રૂખડીયાપરા મેલડી માતાજીના મંદિર પાસે રહેતાં અને મજૂરી કરી ગુજરાન ચલાવતાં શબ્બીર ઉર્ફ લાલો સલિમભાઇ રાઠોડ (ઉ.વ.૨૦)એ હુશેન આમદભાઇ શેખ અને પોતાના બનેવી ફિરોઝભાઇ સામે ફરિયાદ નોંધાવી છે.

શબ્બીર ઉર્ફ લાલાના કહેવા મુજબ રવિવારે સાંજે સાડા આઠેક વાગ્યે હું મારા સસરા જુસબભાઇ આમદભાઇ શેખ જે ભગવતીપરામાં હુશેનીયા મસ્જીદ ચોકમાં રહે છે તેના ઘરગયો હતો. ત્યાંથી નવેક વાગ્યે બાઇક પર બેસી શળાા નં. ૪૩ પાસે પહોંચતા મારો સાળો ફિરોઝભાઇ અને તેની સાથે હુશેન આમદ ત્રાયા બેઠા હતાં.   હું મારા સાળાને જોતાં ઉભો રહી જતાં હુશેન મારી પાસે આવેલ અને કહેલ કે તું અહિ કેમ આવ્યો છો? આ પછી તેણે મારી સાથે બોલાચાલી કરતાં હું બાઇક લઇને મારા ઘરે આવી ગયો હતો. દસેક મિનીટ પછી હુશેન અને ફિરોઝ બાઇક પર મારા ઘર પાસે આવ્યા હતાં અને મારી સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી હતી. હુશેને તલવારથી હુમલો કરી હાથની આંગળીઓમાં ઇજા કરી હતી. મારા પત્નિ ઝરીના બચાવવા આવેલ અને મને છોડાવીને સારવાર માટે ખસેડ્યો હતો.

(3:30 pm IST)
  • સૌરાષ્ટ્ર-કચ્છ ટાઢાબોળઃ ગિરનાર ર.૮, નલીયા ૪.૧ ડીગ્રી :જુનાગઢ ૭.૮, જામનગર ૮.પ, કેશોદ-૮.૮, રાજકોટ ૧૦.૬ ડીગ્રી લઘુતમ તાપમાનઃ ફરી ઠંડીનો રાઉન્ડ access_time 11:46 am IST

  • અર્ણવે મને લાખો રૂપિયા આપ્યા હતા: પાર્થો દાસગુપ્તાનો ધડાકો ટી,આરપીમાં ગોલમાલ કરવા અને રિપબ્લિક ને નંબર વન બનાવવા માટે અર્ણવએ મને 12000 અમેરિકન ડોલર અને 40 લાખ રૂપિયા આપ્યા હતા: બીએઆરસી ના પૂર્વ સીઈઓ પાર્થ દાસગુપ્તાનો વિસ્ફોટ access_time 8:16 pm IST

  • દિલ્હી એરપોર્ટ ઉપરથી કરોડોનું હેરોઈન ઝડપાયું: કરોડો રૂપિયાની કિંમતના ૯.૮ કિલો હેરોઇનના જથ્થા સાથે યુગાન્ડાના બે નાગરિકો દિલ્હી એરપોર્ટ થી ઝડપાઈ ગયા છે. access_time 4:44 pm IST