Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

પડધરી નજીક કારે બાઇકને હડફેટે લેતા રાજકોટના વૃધ્ધ ચંદ્રકાન્તભાઇ દરજીનું મોત

રાજકોટ તા. રપઃ પડધરી નજીક કારે બાઇકને હડફેટે લેતા બાઇક ચાલક રાજકોટના દરજી વૃધ્ધનું મોત નીપજયું હતું.

મળતી વિગતો મુજબ પડધરી નજીક રાજકોટ-જામનગર હાઇવે રોડ ઉપર ભાલોડીયા ફાર્મ પાસે વેગન આર કાર નં. જી-જે૧૦ સીજી ૮૪૪૭ના ચાલાકે બાઇક નં. જી.જે.-૦૩ સીકે ૦૧૯૯ને હડફેટે લેતા બાઇક ચાલાક ચંન્દ્રકાંન્તભાઇ માણેકચંદભાઇ બોરખેતરીયા દરજી (ઉ.વ. ૬૦) રે. વૈશાલીનગર શેરી નં. ૭ રૈયા રોડ રાજકોટને ગંભીર ઇજા થતા પડધરી હોસ્પીટલમાં ખસેડાયેલ પરંતુ ત્યાં તેનો મૃતદેહજ પહોંચ્યો હતો. બનાવની જાણ થતા પડધરીના પી.એસ.આઇ. કિરણબા જાડેજા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતક ચંન્દ્રકાંન્તભાઇને સંતાનમાં બે પુત્ર છે એક પુત્ર આફ્રિકા રહે છે. સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતા દરજી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

પડધરી પોલીસે મૃતકના ભાઇ જયવંતભાઇ બોરખેતરીયા રે. રાજકોટની ફરીયાદ ઉપરની કારચાલક સામે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ પી.એસ.આઇ. કિરણબા જાડેજા તથા રાઇટર યુવરાજસિંહ ચલાવી રહ્યા છે.

(3:28 pm IST)
  • મહારાષ્ટ્ર: નાસિકની છાવણીથી મુંબઇના આઝાદ મેદાનમાં પહોંચ્યા ખેડૂતો : તેઓ દિલ્હીની સરહદ પર ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરનારા ખેડૂતોના સમર્થનમાં નાસિકથી મુંબઇ સુધી કૂચ કરી છે. access_time 9:44 pm IST

  • ગણતંત્ર દિવસની ઉજવણી પહાડોમાં કરવા ઉમટયા સહેલાણીઓ : શિમલાની ટ્રેન અને વોલ્‍વોનું ર૬ તારીખ સુધીનું બુકીંગ પુરૂં, હોટલો પણ પેક access_time 3:31 pm IST

  • દેશમાં કોરોના હાર્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 9036 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,77,710 થઇ :એક્ટિવ કેસ 1,74,362 થયા: વધુ 16,023 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,45,267 થયા :વધુ 116 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,624 થયા access_time 1:00 am IST