Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ગુજરાત સરકારની નવી સોલાર પોલીસીમાં ફેરફારલક્ષી સુચનો માન્ય : અકિલાનો પડઘો

તંત્રીશ્રી,

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ નવી સોલાર પોલીસી ૨૦૨૧ જાહેર કરી છે. મે આ પહેલા મુખ્યમંત્રીશ્રીને ઉદેશીને લખેલ પત્ર 'અકિલા' માં પ્રકાશિત થયો હતો. જેનો પડઘો પડયો હોય તેમ નવી સોલાર પોલીસીમાં અમારા ઘણા સુચનો માન્ય રખાયા છે. જેમ કે (૧) કોન્ટ્રાકટ ડીમાન્ડના ૫૦% નો નિયમ પ્રત્યેક સોલાર પ્રોજેકટ માટે દુર કરવો (૨) રૂફટોપ સોલાર પ્રોજેકટ પર પણ થર્ડ પાર્ટી પાવર વેંચી શકે તેવી જોગવાઇ કરવી (૩) સ્મોલ સ્કેલ ડીસ્ટ્રીબ્યુટેડ સોલાર પોલીસીનું અમલીકરણ જલ્દી કરવુ (૪) હાલમાં જે રૂફટોપ અને ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્રોજેકટ માટે જુદી જુદી પોલીસી છે તેને એક કરી સરળ બનાવવી. વગેરે સુચનો આ નવી પોલીસીમાં માન્ય કરાયા છે. મારી આ સફળ રજુઆતનો યશ હું અકિલાને આપુ છુ. (૧૬.૨)       - કેતનભાઇ ભટ્ટ

(3:26 pm IST)