Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

કેવડાવાડીમાં મહિલા સંચાલીત જુગારધામ પર ભકિતનગર પોલીસનો દરોડો : મહિલાઓ સહિત ૧૩ ઝડપાયા

ધર્મેશ, રાજન, મહિરાજ, વિમલ, ભાવેશ, રાજેશ, વિપુલ, સંગીતાબેન, જ્યોતિબેન, ભારતીબેન, રેખાબેન ઉર્ફે રીના, ભાનુબેન અને જશુબેનની ધરપકડ : તમામ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરાઇ

રાજકોટ તા. ૨૫ : કેવડાવાડીમાં એક મકાનમાં મહિલા સંચાલીત ચાલતા જુગારધામ પર ભકિતનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા છ મહિલાઓ સહિત ૧૩ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કેવડાવાડીમાં એક મહિલા પોતાના મકાનમાં જુગાર રમાડતી હોવાની ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા, કોન્સ. વાલજીભાઇ જાડા તથા દિવ્યરાજસિંહ ઝાલાને બાતમી મળતા પીઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.બી.પટેલ, એ.એસ.આઇ. ફિરોજભાઇ શેખ, મહિલા એએસઆઇ અમીતાબેન, રણજીતસિંહ, દિનેશભાઇ, મનરૂપગીરી, વાલજીભાઇ, દિવ્યરાજસિંહ, ભાવેશભાઇ, મનીષભાઇ તથા રાજુભાઇ સહિતે કેવડાવાડી શેરી નં. ૨માં મકાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મકાન માલીક સંગીતાબેન રવિભાઇ બાલાસરા, રામનાથપરા-૬ના જ્યોતિબેન અતુલભાઇ પીઠડીયા, મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસે ગુરૂદેવ રેસીડેન્સીના ભારતીબેન હેમતભાઇ રાજાણી, કરણપરા શેરી નં. ૩૩ના રેખાબેન ઉર્ફે રીનાબેન વિનોદરાયભાઇ જાદવ, કેવડાવાડી શેરી નં. ૨/૨૦ના ભાનુબેન મગનભાઇ જીલ્કા, કેવડાવાડી શેરી નં. ૧ના જસુબેન વિજયભાઇ કક્કડ, કેવડાવાડી શેરી નં. ૨ના ધર્મેશ રમેશભાઇ બાલાસરા, કેવડાવાડી શેરી નં. ૧૨ના રાજન ઘનશ્યામભાઇ ડાંગર, કેવડાવાડી શેરી નં. ૪ના મહિરાજ વનરાજભાઇ ચાવડા, કેવડાવાડી શેરી નં. ૧/૧૮ના વિમલ પ્રવિણભાઇ રાઠોડ, કેવડાવાડી શેરી નં. ૨૨ના ભાવેશ જયંતીભાઇ જોબનપુત્રા, કેવડાવાડી શેરી નં. ૨/૨૨ના રાજેશ જગદીશભાઇ ટાંક અને સાધુ વાસવાણી રોડ વંદન એપાર્ટમેન્ટ બ્લોક નં. સી/૪૦૨ના વિપુલ કાંતિભાઇ બારીયાને પકડી લઇ રૂ. ૨૬,૪૨૦ની રોકડ તથા વાહનો મળી રૂ. ૧,૫૧,૪૨૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે તમામ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.

(3:27 pm IST)
  • તાંડવના કલાકારોની જીભ કાપી લાવનારને એક કરોડ રૂપિયાનું ઈનામ આપશેઃ કરણી સેનાની જાહેરાત : દેવી-દેવતાઓના અપમાનનો વિરોધઃ મહારાષ્ટ્ર કરણી સેનાના પ્રમુખ અજયસિંહનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છેઃ જેમાં તેઓ તાંડવનો ખુલ્લીને વિરોધ કરી રહ્યા છે access_time 4:47 pm IST

  • મહારાષ્ટ્રના ૨ ગુજરાતીઓનું પદ્મશ્રી એવોર્ડથી સન્માન: લિજ્જત પાપડના જશવંતીબેન પોપટ અને રજનીકાંત શ્રોફને પદ્મશ્રી એવોર્ડ જાહેર: લિજ્જત પાપડ શરૂ કરનાર સાત મહિલાઓ પૈકીના રઘુવંશી જશવંતીબેન જમનાદાસ પોપટ અને યુનાઈટેડ ફોસ્ફરસના રજનીકાંત દેવીદાસ શ્રોફને કેન્દ્ર સરકારે આજે પદ્મશ્રી એવોર્ડ અપાયાની જાહેરાત કરી છે access_time 1:03 am IST

  • ગણતંત્ર દિવસની ઉજવણી પહાડોમાં કરવા ઉમટયા સહેલાણીઓ : શિમલાની ટ્રેન અને વોલ્‍વોનું ર૬ તારીખ સુધીનું બુકીંગ પુરૂં, હોટલો પણ પેક access_time 3:31 pm IST