Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ગાંધીજી અને ટાગોરની મૈત્રી થઇ તાદ્રશ્ય

પ્રમુખ સ્વામી હોલમાં સફળ નાટય મંચન : દર્શકો આફ્રીન

રાજકોટ : કલેટર કચેરી, રાજકોટ મેનેજમેન્ટ એસોસીએશન અને રોટરી કલબ ઓફ રાજકોટના સંયુકત ઉપક્રમે ગાંધીજીની ૧૫૦ મી વર્ષગાંઠ પર પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે સફળ નાટય પ્રયોગ થયો હતો. ગાંધીજી અને ટાગોરની મૈત્રીને મંચ પર તાદ્રશ્ય કરવામાં આવતા દર્શકો આફ્રીન પોકારી ગયા હતા. 'ફ્રેન્ડશીપ' શીર્ષકતળેના આ નાટકમાં રાજકોટના જ યુવા કલાકારો જય દવે અને કિંજલ રાજપૂતે અફલાતુન અભિનય રજુ કર્યો હતો. આ પ્રસંગે કલેકટર શ્રીમતી રેમ્યા મોહન, એડીશનલ કલેકટર પરીમલ પંડયા, રૂડાના ચીફ ઓફીસર ચેતન ગણાત્રા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર નાટય પ્રયોગને સફળ બનાવવા રાજકોટ મેનેજમેન્ટ એસો.ના પ્રમુખ પરાગ જોબનપુત્રા, રોટરી કલબના ડો. કલ્પીત સંઘવી, ફોરમ ચંદારાણા, અશ્વિન ચોટલીયાએ જહેમત ઉઠાવી હતી.

(4:11 pm IST)