Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

રંગ છે રાજકોટઃ શહેરનો ઇતિહાસ-વર્તમાન-ભવિષ્યનો નાટયાત્મક દસ્તાવેજ

અદ્દભૂત કાર્યક્રમ બન્યો છેઃ રાત્રે ૭-૩૦ વાગ્યે માધવરાવ સિંધિયા ક્રિકેટ મેદાન ખાતે આયોજનઃ લોકોને લાભ લેવા તંત્રનું નિમંત્રણ : જવલંત છાયાનું લેખન-રાજુ યાજ્ઞિકનું દિગ્દર્શન-પંકજ ભટ્ટનું સંગીતઃ રાત્રે અભૂતપૂર્વ શો જોવા મળશે : રાજકોટની સ્થાપના ૧૬૦૮માં થઇ ત્યારથી શરૂ કરી રાજાશાહી- વિકાસ-બ્રિટીશરાજ-ગાંધીજીનો અભ્યાસ -રાજકુમાર કોલેજ-સત્યાગ્રહ-સરદાર પટેલનું અનુસંધાન-ઉદ્યોગકળા- રમતગમત -યુધ્ધ-ક્રિકેટ બધુ આવરી લેવાયું છેે.ભાવનગરની સંત શ્રધ્ધા એજ્યુકેશન ટ્રસ્ટ આ કાર્યક્રમ સંભાળશે.

રાજકોટ,તા.૨૫:આજે રાત્રે રાજકોટમાં ભવ્ય નાટક-મલ્ટિ મીડિયાશોનું રાજયપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી અને અન્ય મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં મંચન. રાજકોટ રાજયની સ્થાપના, મોગલો સાથેનું યુધ્ધ, રાજકોટના શિક્ષણ, સાહિત્ય, સ્પોર્ટ્સનો ઇતિહાસ ઊજાગર થશે. ખાણીપીણી, રીંગરોડ, જળસમસ્યાનો ઉકેલ થઇ લઇને સંખ્યાબંધ બનાવ, ઘટના આવશે મંચ પર. ચારસો વર્ષ પહેલાંના રાજકોટથી લઇને એઇમ્સ,નવાં એરપોર્ટ સુધીની વિકાસગાથા. દેશભકિતના ગીતો, અવનવાં નૃત્યો, અદભૂત લાઇટીંગ અને રાજકોટના નિવડેલા કલાકારો કરશે અભિનયઃ ૨૦૦થી વધારે કસબીઓ-કલાકારો મંચ ગજાવશે. રાજકોટના લોકોને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ। વિભાગ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયું છે. રાજકોટના લેખક જવલંત છાયાનું લેખન, નાટ્યકાર રાજુ યાજ્ઞિકનું દિગ્દર્શન અને સંગીતકાર પંકજ ભટ્ટનું સુમધુર સંગીત. રાજકોટની ઐતિહાસિક ઇમારતો, વિસ્તાર પોતે પાત્ર બનીને આવશે મંચ પરઃ રાજકોટમાં કયારેય ન યોજાયો હોય એવો શો. અદ્ભૂત કાર્યક્રમ આ બન્યો છે.

યુવક સેવા અને સાંસ્કૃતિ પ્રવૃત્ત્િ।ઓ, ગાંધીનગર દ્વારા મલ્ટિ મીડિયા નાટ્ય શો પણ તૈયાર થયો છે જેમાં રાજકોટના ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્યની ઝાંખી કરાવવામાં આવશે. રાજકોટના જ કલાકાર, કસબી,સંગીતકાર અને લેખક દ્વારા આ શો તૈયાર થયો છે. રજવાડાંના સમયના રાજકોટ થી લઇ આજે મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીના વિઝન વાળું રાજકોટ અહીં વિશિષ્ટ રીતે દર્શાવાશે,

યુવક સેવા અને સાંસ્કૃતિ પ્રવૃત્ત્િ।ઓ, ગાંધીનગર દ્વારા આ કાર્યક્રમ નિર્માણ પામી રહ્યો છે જેનું નામ છે રંગ છે રાજકોટ. રાજકોટની સ્થાપના ઇસ ૧૬૦૮જ્રાક્નત્ન થઇ ત્યારથી શરુ કરીને રાજાશાહી, રાજકોટનો તે સમયનો વિકાસ, બ્રિટિશ રાજ, ગાંધીજીનો રાજકોટમાં અભ્યાસ, રાજકુમાર કોલેજ સહિતની સંસ્થાઓ, રાજકોટના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને અહીં આવરી લેવાયા છે. રાજકોટ સત્યાગ્રહ, સરદાર પટેલનું રાજકોટ સાથેનું અનુસંધાન થી લઇને રાજકોટના ઉદ્યોગ, કળા, રમતગમતની વિવિધ દ્યટના આવરી લેવામાં આવી છે.

યુધ્ધ,ક્રિકેટ,વિકાસકામ બધું મંચ પર આવશે. ૨૦૦થી વધારે કલાકારો અભિનય-નૃત્યમાં છે. વિવિધ ગીતો પર સરસ નૃત્ય પણ રજૂ થશે. ભાવનગરની સંતશ્રધ્ધા એજયુકેશન ટ્રસ્ટ આ કાર્યક્રમ સભાળી રહી છે. રંગ છે રાજકોટ નાટ્ય-મલ્ટિમીડિયાનું લેખન રાજકોટના લેખક,પત્રકાર જવલંત છાયાએ કર્યું છે. કલા નિકેતન સંસ્થાના જાણીતા નાટ્ય કલાકાર, નાટ્ય દિગ્દર્શક રાજુ યાજ્ઞિકે આ વિશિષ્ટ પ્રયોગના દિગ્દર્શનની જવાબદારી સંભાળી છે એમને પ્રેમલબહેન યાજ્ઞિક સહયોગ કરી રહ્યા છે. જયારે સંગીતનું અત્યંત સુંદર પાસું જાણીતા સંગીતકાર, સંગીત નાટ્ય અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટે સંભાળ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ રાજકોટ અને ગુજરાતના વિકાસ માટે જે અથઆગ પ્રયાસ આરંભ્યા છે એનો પડદ્યો આ પ્રયોગમાં જોઇ શકાશે. રાજકોટમાં આ અભૂતપૂર્વ શો થઇ રહ્યો છે.

ઇતિહાસ,વર્તમાન અને ભવિષ્યને એક તાંતણે ગૂંથતો અભિનવ પ્રયોગ

રાજકોટ એટલે સૌરાષ્ટ્રનું એક સમયનું પાટનગર અને એ પૂર્વે બ્રિટિશ રાજમાં પણ સૌરાષ્ટ્રનું મહત્વનું કેન્દ્ર. શિક્ષણ, સાહિત્ય, રાજકારણ,રમત ગમત જેવાં અનેક ક્ષેત્રે રાજકોટનું મહત્વનં યોગદાન રહ્યું. રાષ્ટ્રીય કક્ષાની વિભૂતિઓનું અહીં જોડાણ રહ્યું છે. છવ્વીસમી જાન્યુઆરીની રાજય કક્ષાની ઉજવણી રાજકોટમાં થઇ એ અવસરે આ સદ્યળું યાદ આવે જ. રાજકોટનો આશરે ચારસો દસ વર્ષ જુનો ઇતિહાસ, રજવાડાં સમયની ઘટનાઓ, મોગલો સામે અહીંના રાજાના યુધ્ધ તથા એ પછી આ રાજયને શકય એટલું સુખી-સમૃધ્ધ બનાવવાની સાતત્યપૂર્ણ કોશિશ આ પ્રયોગમાં પ્રથમ હિસ્સામાં વણી લેવાયાં છે.

રંગ છે રાજકોટમાં ઐતિહાસિક રાજકોટ, રાજકોટમાં એ સમયે બનેલી દ્યટનાઓ, રાજકોટ રાજયનો વિકાસ, અહીં શરુ થયેલી અને આજ સુધી ટકેલી શિક્ષણ સંસ્થાઓ, એમાં ભણેલા મહાનુભાવો, રાજકોટ આવેલી વૈશ્વિક વિભૂતિઓ તથા અહીં જે જે મહાનુભાવોનું એક અનુસંધાન છે એવા વ્યકિત વિશેષનો સમાવેશ કરાયો છે. તો રાજકોટના ઉદ્યોગ, રાજકોટની ઓળખ સમાન ખાણીપીણી અને રેસકોર્સ રીંગરોડ જેવા સ્થળ પણ આ પ્રયોગમાં પાત્ર તરીકે ઉપસ્યાં છે.

ક્રિકેટ,કળા,સંસ્કૃતિ જેવી તમામ બાબતોની ઝલક અહીં લઇ લેવાઇ છે. તો સાથે જ આધુનિક રાજકોટ એની વિકાસગાથા પણ આવરી લેવાઇ છે. વર્ષો જુની જળ સમસ્યાને રાજય સરકારની નર્મદા અને સૌની યોજનાથી જાકારો મળ્યો છે. શહેરમાં નવા બ્રિજ બની રહ્યા છે, રાજકોટમાં નવાં તળાવ અને રેસકોર્સ બની રહ્યાં છે એની વિગત છે તો અદ્યતન આવાસ યોજના વિશે પણ એમાં વાત થઇ છે. એને રાજકોટમાં આકાર લઇ રહેલા એઇમ્સ તથા ઇન્ટરનેશનલ એરપોર્ટના મહત્વાકાંક્ષી પ્રકલ્પોનું પણ સુંદર મંચન થયું છે. રાજકોટ સત્યાગ્રહ દ્વારા રાજકોટના રાજકારણનો ઇતિહાસ ઊજાગર કરાયો છે અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી એમની પ્રથમ ચૂંટણી રાજકોટથી લડ્યા હતા એ વાતને પણ અહીં આવરી લેવાઇ છે.

સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ અને ગુજરાતના વિકાસ માટે જે અથાગ પ્રયાસ આરંભ્યા છે એનો પડઘો આ પ્રયોગમાં જોઇ શકાશે. રાજકોટમાં આ અભૂતપૂર્વ શો થઇ રહ્યો છે. રાજકોટની ઐતિહાસિક ઇમારતો, વિસ્તાર પોતે પાત્ર બનીને આવશે છે. લોકોને આ શો ન ચૂકવા ખાસ અનુરોધ કરાયો છે.

(4:01 pm IST)