Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

કાલે બરફનો વિરાટ ગોલો બનાવાશે

પ્રજાસતાક પર્વ અંતગર્ત જય ભવાની ડ્રાયફ્રુટ ડીશ ગોલા દ્વારા નવતર ઉજવણીઃ ગોલાની ડીશ ઉપર ૫૦ ટકા ડીસ્કાઉન્ટ

રાજકોટ, તા.૨૫ : અહિંના કાલાવડ રોડ ઉપર મહિલા કોલેજ સામે આવેલ જય ભવાની ડ્રાયફ્રુટ ડીશ ગોલા ખાતે દેશની આન બાન શાન સમા તીરંગાના રંગે રંગીને સાંજે ૮ કલાકે એક વિરાટ ગોલો બનાવાશે. જેનો હેતુ રાજકોટના આંગણે આશરે ૧૫ વર્ષ પછી જ્યારે પ્રજાસતાક પર્વની રાજ્ય કક્ષાએ ઉજવણી થઇ રહી હોય તેમજ કલેકટર શ્રી રેમ્યા મોહન અને મ્યુ. કમિશ્નરશ્રીના સુચન મુજબ ઉજવણીનો કાર્યક્રમ તેમજ રાષ્ટ્ર પ્રત્યેનો કૃતજ્ઞ ભાવ રજુ કરવા સાથે માનવંતા ગ્રાહકો તેમજ રાજકોટની સ્વાદ પ્રીય જનતા માટે આ અવસરે ૨૬ મી જાન્યુઆરીના રોજ ગોલાની બધીજ પ્રીમીયમ રેન્જ પર ૫૦% ડિસ્કાઉન્ટની ઓફર પણ મુકેલ છે. રાજકોટના આંગણે રાજ્ય સરકાર દ્વારા આવા ભવ્ય તેમજ જાજરમાન કાર્યક્રમનો હીસ્સો બનવાની અમુલ્ય તકે જય ભવાની ડ્રાયફ્રુટ ડીશ ગોલા દ્વારા પ્રજાસતાક દીને સાંજે ૮ વાગ્યા થી આવકાર આપ્યો હોવાનું શ્રી પ્રતિક માનસેતા મો. ૯૭૨૭૪૭૪૫૭૪ની યાદીમાં જણાવાયું છે.

(3:57 pm IST)