Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

પ્રજાસત્તાક પર્વઃ બહેરા -મૂંગા શાળા - અંધ મહિલા વિકાસ ગૃહના ૧૫૦ બાળકો લોકોને સાહિત્ય - ફુલ દ્વારા શુભેચ્છા

રાજકોટઃરાજકોટમાં પ્રજાસત્ત્।ાક પર્વની રાજયકક્ષાની ઉજવણી ચાલી રહી છે. જેને લઇને સમગ્ર જિલ્લાનાં નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે. ત્યારે બહેરા મુંગા શાળા અને અંધ મહિલા વિકાસ ગૃહની મહિલાઓ અને બાળકો દ્વારા માહિતી ખાતા દ્વારા પ્રકાશિત જન ઉપયોગી અને જન કલ્યાણલક્ષી યોજનાઓના ઙ્ગસાહિત્યનું રાજકોટ શહેરનાં દરેક ચોકમાં ઉભા રહી નગરજનોને વિતરણ કરાયું હતું. તેમજ પુષ્પગુચ્છથી દરેક શહેરીજનોને પ્રજાસત્ત્।ાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજકોટ જિલ્લામાં યોજાઇ રહેલી પ્રજાસત્ત્।ાક પર્વની ઉજવણીમાં અંદાજે ૧૫૦ થી વધુ દિવ્યાંગ બાળકો દ્વારા આ પર્વમાં ઉત્સાહ અને ઉલ્લાસ સાથે સહભાગી થઇ અને દરેક નાગરિકોને સાહિત્ય અને પુષ્પ દ્વારા શુભેચ્છા પાઠવતા આનંદની લાગણી અનુભવી રહ્યા છે.

(3:49 pm IST)