Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

પોપટપરામાં ઘોડીપાસાનો જુગાર રમતા ૬ શખ્સો પકડાયા

રાજકોટ તા. ૫ : શહેરના પોપટપરામાં આવેલા ઇમામ ચોકમાં પ્રનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા છ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી પી.કે.દીયોરાની સૂચનાથી પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વી.એસ.વણઝારાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.વી.બોરીસાગર, હેડ કોન્સ. અરવિંદભાઇ, અશોકભાઇ કલાલ, જનકભાઇ કુગશીયા, વિરદેવસિંહ, યુવરાજસિંહ, ધર્મરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ, જયેન્દ્રસિંહ, પ્રદિપસિંહ તથા અશોકભાઇ હુંબઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે વિરદેવસિંહ, યુવરાજને પોપટપરામાં દાઉદ ઉર્ફે દાવલો દલ ઘોડીપાસાનો જુગાર રમાડતો હોવાની બાતમી મળતા પોપટરા શેરી નં. ૧૪ ઇમામ ચોકમાં દરોડો પાડી જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા સલીમ અબ્દુલભાઇ કારીયાણી (ઉ.વ.૫૯) (રહે. રૈયા રોડ, હનુમાન મઢી ચોક), હરીહર ચોક પાસે તાર ઓફિસ પાછળ રહેતા દીલાવર સતારભાઇ લીંગડીયા (ઉ.વ.૪૫), મોચીબજારના હનીફ આમદભાઇ માડલીયા (ઉ.વ.૪૩), રૂખડીયાપરા મફતીયાપરાના ગફાર જમાલભાઇ ભાવર (ઉ.વ.૪૯), રૂખડીયાપરા મફતીયાપરાના બશીર ઇસ્માઇલભાઇ શેખ (ઉ.વ.૫૪) તથા ગાયકવાડી શેરી નં. ૧૦ના હરી ભગુભાઇ ભખતીયાપુરી (ઉ.વ.૩૨)તે પકડી લઇ રૂ. ૧૫૯૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી. જ્યારે પોપટપરાનો દાઉદ ઉર્ફે દાવલો ઇલ્યાસભાઇ દલ નાશી જતા તેની શોધખોળ હાથ ધરી છે.

(12:11 pm IST)