Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

યાજ્ઞિક રોડ પર મોડી રાતે મર્સિડીઝ ગાડી બેકાબૂ બનીઃ થાંભલો ઉલાળી દૂકાનના શટરમાં ઘુસી

દૂકાન અને ગાડીમાં ભારે નુકસાનઃ વિજ થાંભલો પણ ઉખડી ગયોઃ ઘરમેળે સમાઘાન થઇ જતાં પોલીસ ફરિયાદ ટાળવામાં આવી

રાજકોટઃ મોડી રાતે શહેરના ડો. યાજ્ઞિટ રોડ પર એક મર્સિડીઝ કારના ચાલકે કોઇપણ કારણોસર કાબૂ ગુમાવતાં કે કંઇપણ બન્યું હોઇ આ ગાડી વિજથાંભલા સાથે અથડાયા બાદ સ્વસ્તિક સ્ટેશનરી પાસેની મોૈલિક જ્વેલર્સ નામની દૂકાનના શટરમાં ધડાકાભેર અથડાતાં શટરનો એક બાજુનો ખુણામાં ભારે ભાંગતોડ થઇ હતી. જોરદાર ટક્કરને કારણે દૂકાનની અંદરની સાઇડમાં પણ નુકસાન થયું હતું. તો કારના આગળના ભાગનો બૂકડો બોલી ગયો હતો. સદ્દનસિબે કોઇને ઇજા થઇ નહોતી. તસ્વીરમાં અથડાયા બાદ કારનો આગળનો ભાગ કેવો થઇ ગયો તે, રોડ પર પડી ગયેલો થાંભલો અને જે દૂકાનના શટરમાં ગાડી ઘુસી ગઇ તે દૂકાન જોઇ શકાય છે. ઘરમેળે સમાધાન થઇ જતાં પોલીસ ફરિયાદ નોંધાવવાનું ટાળવામાં આવ્યાનું જાણવા મળ્યું હતું.

(12:11 pm IST)