Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

શાપરમાં પતિ સાથે ઝઘડો થતાં રાની મંડલે એસિડ ગટગટાવ્યું

રાજકોટ તા. ૨૫: શાપર વેરાવળમાં રહેતી રાનીદેવી કરણ મંડલ (ઉ.૨૨) રાતે નવેક વાગ્યે એસિડ પી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી.

રાનીદેવીના લગ્ન ચાર વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક પુત્ર છે. પતિ કરણ કારખાનામાં કામ કરે છે. પતિ-પત્નિ વચ્ચે નજીવી વાતે ઝઘડો થતાં તેણીએ આ પગલુ ભર્યુ હતું.

(12:09 pm IST)