Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ICSI રાજકોટ ચેપ્ટરના ચેરમેન તરીકે નિખિલ ગજ્જર

૨૦૨૦ માટે હોદેદારોની નિમણુક

રાજકોટ,તા.૨૫: વર્ષ ૨૦૨૦ માટે ધ ઇન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI) ના નવા પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ તથા રાજકોટ ચેપ્ટર ઓફ ICSIની સંચાલન સમિતિની નિમૂણક કરવામાં આવી છે.

સી.એસ. આશિષ ગર્ગને વર્ષ ૨૦૨૦ માટે ધ ઇન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI) ના પ્રેસિડેન્ટ તરીકે અને સી.એસ. નાગેન્દ્ર .ડી. રાવને વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચુંટવામાં આવ્યા છે.

વધુમાં, રાજકોટ ચેપ્ટર ધ ઇન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI)ની સંચાલન સમિતિના ૨૦૨૦ના કાર્યકાળ માટે સી.એસ નિખિલ ગજ્જર -ચેરમેન, સી.એસ વૈભવ કક્કડ -વાઇસ ચેરમેન, સી.એસ હાર્દિક બોરડ -સેક્રેટરી અને સી.એસ હિમાંશુ તોગડીયાની ટ્રેઝરર તરીકે પસંદગી કરાયેલ છે. વધુમાં સી.એસ સેજલ પલાણ, તાત્કાલિક ભુતપૂર્વ ચેરપરસન અને સમિતિ મેમ્બર,સી.એસ શુભમ કારિયા સમિતિ મેમ્બર અને જલ્પા દોશી સમિતિના ચેમ્બર તરીકે કાર્યકાળ સંભાળશે. તેમ એક યાદીમાં જણાવાયું છે.

(11:31 am IST)