Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

મુખ્યમંત્રી રૂપાણીના નેતૃત્વમાં ૭૧મો પ્રજાસત્તાક પર્વ રાજકોટનાં ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે આલેખાશે : સમગ્ર શહેર રાષ્ટ્રભક્તિનાં રંગે રંગાયું: અનેક રંગારંગ કાર્યક્રમો : ૧૧૦૦ કરોડનાં ૫૦૦ કામોનાં થશે લોકાર્પણ - ખાતમુહુર્ત

દિવાળી-ન્યૂયર-નવરાત્રી નાં તહેવારો કરતા વધુ ઉત્સાહ-ઉમંગ-રોનક રસ્તાઓ પર દેખાઈ :હસ્તકલા મેળો, પુસ્તક-સાહિત્ય મેળો, શસ્ત્ર પ્રદર્શન, મશાલ પી.ટી., ફલાવર શો, યુવા સંમેલન, મહિલા સંમેલન, વિદ્યાર્થી કાર્નિવલ, લાઈટીંગ પ્રાજેકટ, બસપોર્ટ ઓપનીંગ જેવા વિવિધ કાર્યક્રમો

રાજકોટ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં રાજકોટમાં રાજ્યકક્ષાનાં પ્રજાસતાક પર્વની ભવ્ય-દિવ્ય ઉજવણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજકોટ શહેરમાં પ્રજાસતાક પર્વની ઉજવણીનાં ભાગરૂપે રંગારંગ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યા છે. સાથોસાથ કરોડો રૂપિયાનાં વિકાસકામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના કરવામાં આવી રહ્યાં છે

  . રાજકોટમાં ૭૧માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અનેક રંગારંગ કાર્યક્રમો તેમજ  ૧૧૦૦ કરોડનાં ૫૦૦ કામોનાં લોકાર્પણ - ખાતમુહુર્તની ભેટ રાજકોટને મળવા જઈ રહી છે. સમગ્ર રાજકોટ રાષ્ટ્રભક્તિનાં રંગે રંગાયું છે, દિવાળી-ન્યૂયર-નવરાત્રીનાં તહેવારોમાં પણ ન હોય તેવો ઉત્સાહ-ઉમંગ-રોનક રાજકોટનાં રસ્તાઓ પર પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નજરે પડે છે.

 પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે જાહેર સ્થળોએ દેશ ભક્તિનાં ગીતોનું પ્રસારણ સાંભળવા મળશે. તા.૨૫ સુધી દરરોજ સવારે ૬થી ૯ અને સાંજે ૬થી ૯ વાગ્યા દરમ્યાન બીઆરટીએસનાં તમામ બસ સ્ટોપ, રેસકોર્સ રિંગરોડ, શહેરના મુખ્ય બગીચાઓમાં રહેલા સ્પીકર (પબ્લિક એડ્રેસ સિસ્ટમ) પરથી મહાનગર પાલિકા દ્વારા દેશભક્તિ ગીતો લોકો સાંભળી શકશે.
   જનસેવા કેન્દ્ર, બૂકફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલ, ઓવરબ્રીજ, રેસકોર્ષ રીંગરોડ ઉપર કાયમી લાઈટીંગ પ્રોજેકટ, વિદ્યાર્થી કાર્નીવલ, ફલાવર શો, ચૌધરી હાઈસ્કુલમાં શસ્ત્ર પ્રદર્શન તથા મશાલ પીટી, યુવા સંમેલન, મહિલા સંમેલન, ડાયરા, જૂના ફિલ્મી ગીતોનાં કાર્યક્રમ.. જેવા અનેક સમારોહમાં હાજરી આપશે વિજયભાઈ રૂપાણી.. રાજકોટનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં પ્રથમ વખત રાજકોટ ખરા અર્થમાં રંગીલું-મોજીલું જોવા મળી રહ્યું છે

   મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તા. ૨૫મીએ ધર્મેન્દ્ર કોલેજ કેમ્પસમાં બૂકફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલનું ઉદ્દઘાટન કરશે. ત્યારબાદ ઈસ્કોન મંદિર ખાતે રૂડા, મહાનગરપાલીકા અને પોલીસ વિભાગના જુદાજુદા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અને અ પછી આત્મીય યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી યુવા સંમેલનને સંબોધશે અને યુવાલક્ષી યોજનાઓનું વિતરણ કરશ

   આ સાથે રાજકોટમાં રૂા. ૪૫ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ નવનિર્મિત બસ ડેપોનું લોકાર્પણ પણ મુખ્યમંત્રીશ્રીનાં હસ્તે કરવામાં આવશે. તેઓ શાસ્ત્રી મેદાનમાં હસ્તકલા પ્રદર્શનમાં હાજરી નોંધાવશે અને સાંજે ૪.૩૦ કલાકે મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે રાજ્યપાલના એટહોમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જ્યાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી ૬૦૦ જેટલા વીવીઆઈપીઓને રૂબરૂ મળશે પછી સાંજે તેઓ માધવરાય ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેગા ઈવેન્ટમાં ભાગ લેશે. રાત્રે ૮ વાગ્યે માધવરાય સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેસકોર્ષ ખાતે યોજાનાર મેગા ઈવેન્ટમાં રાજકોટ શિર્ષક હેઠળ નાટક યોજીને રાજકોટના ભવ્ય ભૂતકાળના દર્શન કરાવાશે.

  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તા. ૨૬મીએ સવારે ૯ કલાકે રેસકોર્ષ મેદાનમાં રાષ્ટ્રધ્વજને સલામી આપશે. પ્રજાસતાક પર્વ અંતર્ગત મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ઉપરાંત ગૃહમંત્રી, પ્રભારી મંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓનો રાજકોટના મહેમાન બન્યા છે. આ પ્રસંગે રજૂ થનાર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા વિવિધ ૯ સ્કૂલની ૨૨૦૦ વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિ રજૂ થશે. જયારે ૧૧૦૦ જેટલા બાળકો દ્વારા યોગ નિદર્શન યોજાશે.

  આ કાર્યક્રમમાં પોલીસના જવાનો (ભાઇઓ-બહેનો) દ્વારા પણ શાનદાર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થનાર છે. જેમાં પરંપરાગત રાસગરબાની કૃતિઓ રજૂ થશે. આ ઉપરાંત જિમ્નાસ્ટીક અને મલખમના કરતબ સહિત જાંબાઝ મોટર સાઇકલ સવારો દ્વારા વિવિધ કરતબો રજૂ થશે. ચેતક કમાન્ડો દ્વારા રેસ્કયુ ઓપરેશનનો ડેમો રજૂ થશે. શ્વાન દળ દ્વારા સ્પે. ડોગ-શો અને થનગનાટ કરતા અશ્વો દ્વારા અશ્વ-શો પણ રજૂ કરાશે.

  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણાથી રાજકોટ ખાતે ચાલી રહેલ પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ભવ્ય ઉજવણી અન્વયે તારીખ ૨૫ અને ૨૬મી જાન્યુઆરી દરમિયાન શહેરમાં અનેકોનેક રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. રાજકોટને ઈતિહાસમાં ક્યારેય ન મળી હોય એવી ભેટ આપવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર અને અભિનંદન રાજકોટવાસીઓ વ્યક્ત કરી રહ્યાં છે

(9:18 pm IST)