Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સીજીએસટી ઓડિટના સંયુકત ઉપક્રમે જીએસટીમાં નવા નિયમ પ્રમાણે વાર્ષિક રીર્ટન ફાઇલીંગ કરવા અંગે એક મહત્વના સેમિનારનું આયોજન

રાજકોટ તા.૨૪: રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા સીજીએસટી ઓડિટ ના સંયુકત ઉપક્રમે જીએસટીમાં નવા નિયમ પ્રમાણે વાર્ષિક રિટર્ન ફાઇલ કરવા અંગે ૨૩ -૧૨- ૨૦૧૯ ના રોજ રાજકોટ ચેમ્બર હોલ ખાતે એક મહત્વના સેમિનારનું આયોજન કરવામાં આવેલ આ સેમિનારમાં રાજકોટ ચેમ્બર ના પ્રમુખ શ્રી વી .પી વૈષ્ણવ , સી જી એસ ટી જોઇન્ટ કમિશનર શ્રી અભિલાષ શ્રીનિવાસન , જોઇન્ટ કમિશનર શ્રી વિશાલ માલાણી જોઇન્ટ કમિશનર શ્રી મનીષકુમાર ચાવડા એસજીએસટી જોઇન્ટ કમિશનર શ્રી ડી વી ત્રિવેદી તથા ડેપ્યુટી કમિશનર શ્રી ડી.એન ગોયાણી ખાસ ઉપસ્થિત રહી વેપારીઓને જાણકારી માર્ગદર્શન આપેલ.

ત્યાર બાદ સીજીએસટીના જોઇન્ટ કમિશનર શ્રી અભિલાષ શ્રીનિવાસનને પ્રાસંગિક ઉદબોધન કરી આ સેમિનારનું આયોજન કરવા બદલ તથા આમંત્રણ આપવા બદલ રાજકોટ ચેમ્બર પ્રત્યે આભાર વ્યકત કરેલ અને જીએસટીમાં વાર્ષિક રિટર્ન ફાઇલિંગ તથા ઓડીટ ની જોગવાઈ અંગે છણાવટ કરેલ . સીજીએસટીના જોઇન્ટ કમિશનર શ્રી મનીષકુમાર ચાવડા દ્વારા જીએસટીમાં કરવા ગયેલા નીતિનિયમો વાર્ષિક રિટર્ન કેવી રીતે ફાયલીગ કરવું તે અંગે ફોર્મ જીએસટીઆર- ૯ અને જીએસટીઆર -૯સી  વગેરે જેવા વિવિધ મુદ્દાઓ ઉપર વિસ્તૃત છણાવટ કરી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વેપારીઓને માર્ગદર્શન પૂરું પાડેલ.

ત્યારબાદ રાજકોટ ચેમ્બર ના પ્રમુખ શ્રી વૈષ્ણવ દ્વારા વેપાર-ઉદ્યોગકારોના જટિલ પ્રશ્નો કે નીતિ વિષયક પ્રશ્નો બાબતે અવારનવાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં રજૂઆતો કરેલ છે અને તેનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરેલ છે તેમ છતાં વેપારી મિત્રોને કોઈપણ સમસ્યા કે પ્રશ્નો હોય તો રાજકોટ ચેમ્બર ને મોકલી આપી તેનું ચોક્કસપણે નિરાકરણ લાવવા પ્રયત્નો કરીશું તેવું આહવાન કરેલ

સીજીએસટી જોઇન્ટ કમિશનર શ્રી વિશાલ માલાણી દ્વારા એક કેન્દ્ર સરકાર શ્રી એ તારીખ ૧ -૯ -૨૦૧૯ થી સબકા વિશ્વાસ સ્કીમ- ૨૦૧૯ અમલમાં મુકેલ છે  . તે અંતર્ગત મળવાપાત્ર લાભો તથા યોજના અંગેની અન્ય સુવિધાઓ બાબત જાણકારી આપેલ અને વેપારી મિત્રો આ સ્કીમનો વધુમાં વધુ લાભ મેળવે તેવો અનુરોધ કરેલ.

એસ જી એસ ટી જોઇન્ટ કમિશનર શ્રી ડી વી ત્રિવેદી તથા ડેપ્યુટી કમિશનર શ્રી ડી.એન ગોયાણી દ્વારા રાજ્ય સરકારશ્રીએ તારીખ ૧૫ -૯ -૨૦૧૯ થી વેરા સમાધાન યોજના ૨૦૧૯ અમલમાં મુકેલ છે તેની સંપૂર્ણ માહિતી પૂરી પાડેલ અને આ યોજનાની તારીખ સરકાર શ્રી દ્વારા લંબાવીને તારીખ ૧૦ -૧- ૨૦૧૯ કરવામાં આવેલ છે . આથી આ યોજનાનો લાભ લેવા વેપારી મિત્રોને જણાવ્યું સેમિનારના અંતે ઉપસ્થિત  વેપારીમિત્રો દ્વારા પુછાયેલા પ્રશ્નોના અધિકારીશ્રીઓએ વિગતવાર જવાબો આપી નિરાકરણ લાવવા પ્રયાસ કરેલ.

સમગ્ર સેમિનારનું સંચાલન રાજકોટ ચેમ્બરના માનદમંત્રીશ્રી નૌતમભાઇ બારસીયાએ કરેલ. તેમજ ઉપસ્થિત અધિકારશ્રીઓ તથા વેપારીમિત્રોને સેમિનારમાં હાજરી આપવા બદલ રાજકોટ ચેમ્બરના માનદ મુખ્યમંત્રીશ્રી કિશોરભાઇ રૂપાપરાએ આભાર વ્યકત કરેલ તેમ રાજકોટ ચેમ્બર ઓફ ોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:46 pm IST)