Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

રાત્રે ૧રના ટકોરે ભગવાન ઇસુના જન્મદિનની ધામધુમભેર ઉજવણી : કાલથી પ્રેમમંદિરમાં અનેક કાર્યક્રમો

આજે રાત્રે પ્રેમમંદિર સહિત તમામ ચર્ચમાં પૂજા-પ્રેયર : રપમીએ સવારે સમૂહ પ્રાર્થના : પ્રેમમંદિર ખાતે કાલથી તા. ર૯ સુધી કલાદર્પણનું નાટક-ક્રિસમસ સેલીબ્રેસન-ક્રિસમસ મેલોડી-કેરોલ સીંગીંગ સ્પર્ધા-સૌરાષ્ટ્ર ડાન્સચેલેન્જ-ડાન્સ કોમ્પીટીશન યોજાશે

વિરાણી હાઈસ્કૂલ ચોક ખાતે દાદા શાંતકલોઝ આજે રાત્રે શુભેચ્છા પાઠવશે.. મેરી ક્રિસમસ (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ર૪ : આજે રાત્રે ૧રના ટકોરે વિશ્વને પ્રેમ-અહિંસા-શાંતિનો સંદેશ આપનાર ભગવાન ઇસુના જન્મદિનની ભાવભેર ઉજવણી થશે. હજારો ખ્રિસ્તી ભાઇ-બહેનોમાં અદમ્ય ઉત્સાહ છવાયો છે.

રાજકોટના બીશપ હાઉસ એટલે કે પ્રેમમંદિર તથા તમામ ચર્ચમાં પૂજા-પ્રેયર-પવિત્ર જળનું વિતરણ થશે અને રપમીએ સવારે સમૂહ પ્રાર્થના યોજાશે.

કાલથી તા. ર૯ સુધી પ્રેમમંદિર ખાતે અવનવા કાર્યક્રમો યોજાયા છે.

જેમાં રપમીએ રાત્રે ૭ થી ૯ આલીફ અજમેરીની કલાદર્પણ ટીમનું નાટક, તા. ર૬ના સાંજે ૬-ર૦ કલાકે ક્રિસમસ સેલીબ્રેશન, તા. ર૭મીએ સાંજે ૬ વાગ્યે ક્રિસમસ મેલોડી, કેરોલ સીંગીંગ કોમ્પીટીશન, તા. ર૮ના સાંજે ૬ વાગ્યે સૌરાષ્ટ્ર ડાન્સ ચેલેન્જ -સીનેમેટીક ડાન્સ કોમ્પીટીશન તથા તા. ર૯ના સાંજે ૬ વાગ્યે ક્રિસમસ ડાન્સ કોમ્પીટીશન યોજાશે.

આ પછી તા. ૩ ૧ના રાત્રે ૧ર વાગ્યે પ્રાર્થના, ભગવાન ઇસુના શાંતિના સંદેશનું પઠન, ર૦૧૯ને વર્ષની વિદાય અને ર૦ર૦ના નવા વર્ષને વધામણાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે.

જબરી તૈયારીઓ તમામ કાર્યક્રમ અંગ ેશરૂ થઇ છે.

(4:02 pm IST)