Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

સોની વેપારી પરિવારને ઝેર પીવા મજબૂર કરવાના ગુનામાં વધુ એકની ધરપકડ

આ ઘટનામાં વેપારી કિર્તીભાઇ સારવાર હેઠળ છેઃ તેમના પત્‍નિ માધુરીબેન અને પુત્ર ધવલ મોતને ભેટયા છેઃ અગાઉ એક આરોપી જેલહવાલે થયો હતો:ક્રાઇમ બ્રાંચ પીઆઇ વાય. બી. જાડેજા અને ટીમે સંજયરાજસિંહ ઉર્ફ ચીન્‍ટુને પકડી યુનિવર્સિટી પોલીસને સોંપ્‍યો

રાજકોટ તા. ૨૪: શહેરના યુનિવર્સિટી રોડ પર મિલાપનગરમાં રહેતાં અને ઢેબર રોડ વનવેમાં ઝેરોક્ષની દૂકાન ચલાવતાં સોની વેપારી કિર્તીભાઇ હરકિશનભાઇ ધોળકીયા (ઉ.વ.૪૭), તેમના પત્‍નિ માધુરીબેન (ઉ.વ.૪૬) અને પુત્ર ધવલ (ઉ.વ.૨૪)એ ઝેર પી લીધાના બનાવમાં  યુનિવર્સિટી પોલીસે ધવલની ફરિયાદને આધારે ચાર વ્‍યાજખોરો સામે ગુનો દાખલ કર્યો હતો. સારવાર દરમિયાન ધવલનું મોત નિપજતાં આપઘાત માટે મજબૂર કર્યાની કલમ ૩૦૬નો ઉમેરો કરાયો હતો. બીજા દિવસે ધવલના માતા માધુરીબેને પણ દમ તોડી દીધો હતો. પોલીસે અગાઉ એક આરોપીને પકડી લીધો હતો. જે જેલહવાલે થયો હતો. દરમિયાન ક્રાઇમ બ્રાંચે આ ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે.

ડીસીબીની ટીમે બાતમીને આધારે સંજયરાજસિંહ ઉર્ફ ચિન્‍ટુ મહેન્‍દ્રસિંહ ઝાલા (ઉ.વ.૨૮-ટ્રાવેલ્‍સ સંચાલક, રહે. લક્ષ્મીવાડી-૭/૧૬, શ્રીકૃષ્‍ણ નિવાસ)ને રાઉન્‍ડઅપ કરી યુનિવર્સિટી પોલીસને સોંપવા તજવીજ કરી છે. કિર્તીભાઇએ ધંધાના કામે  સંજયરાજસિંહ ઝાલા પાસેથી રૂ.૧૦ લાખ, સાડીની દુકાન ધરાવતા યુવરાજસિંહ ઝાલા પાસેથી રૂ.૫૦ હજાર અને ત્રિકોણબાગ પાસે બેઠક ધરાવતા મહેબૂબશા પાસેથી રૂ.૮ લાખ લીધા હતા. જેનું સમયસર વ્‍યાજ સાથેની રકમ ચૂકવી છતાં ચારેય સતત પઠાણી ઉઘરાણી કરતા હોવાથી કિર્તીભાઇ કંટાળી ગયા હતાં અને પત્‍નિ-પુત્ર સાથે ઝેર પી લીધું હતું.

આ બનાવમાં ધવલ અને માતા માધુરીબેને દમ તોડી દીધો હતો. કિર્તીભાઇ સારવાર હેઠળ છે. વધુ એક આરોપી સંજયસિંહને પકડવાની કામગીરી ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં પીઆઇ વાય. બી. જાડેજા, પીએસઆઇ કે. ડી. પટેલ, એએઅસાઇ હિતેન્‍દ્રસિંહ ઝાલા, હેડકોન્‍સ. રણજીતસિંહ પઢારીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, ગિરીરાજસિંહ જાડેજા, કોન્‍સ. કુલદિપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા અને શૈલેષભાઇ નેચડાએ આ કામગીરી કરી હતી.

(4:40 pm IST)