Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

નેગોશીયેબલના ગુનામાં સામેલ રસીક જોટાંગીયા પકડાયો

યુનિવર્સિટી પોલીસે વોરંટના આધારે હાઉસીંગ કવાર્ટરમાંથી દબોચ્‍યો

રાજકોટ, તા. ર૪ :  નેગોશીયેબલ એકટના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા શખ્‍સને યુનિવર્સિટી પોલીસે વોરંટના આધારે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં બુટલેગરો, માથાભારે શખ્‍સો તથા નામદાર કોર્ટમાંથી બીન જામીન લાયક વોરંટ તથા સજાના વોરંટમાં પકડાયેલા ન હોઇ તેવા શખ્‍સોને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવે સૂચના આપતા યુનિવર્સિટી પોલીસ મથકના કોન્‍સ. ગોપાલસિંહ જાડેજા, મૈસુરભાઇ કુંભારવાડીયા અને બલભદ્રસિંહ જાડેજાને બાતમી મળતા નેગોશીયેબલ એકટ હેઠળના ગુનામાં ત્રણ વર્ષ ફરાર રસીક સુરેશભાઇ જોટાંગીયા (રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાટર્સ) ને સજાના વોરંટના આધારે પકડી લઇ નામદાર કોર્ટ હવાલે કર્યો હતો. આ કામગીરી પી.આઇ. એ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. બી.વી. ઝાલા, હેડ કોન્‍સ. મહિપાલસિંહ, સિધ્‍ધરાજસિંહ, યુવરાજસિંહ, ભગીરથસિંહ, કલ્‍પેન્‍દ્રસિંહ, વનરાજભાઇ, બલભદ્રસિંહ, મૈસુરભાઇ, ગોપાલસિંહ, દિવ્‍યરાજસિંહ, ભુપેન્‍દ્રસિંહ અને યોગરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી. 

(4:15 pm IST)