Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

સુરતથી ગૂમ થયેલા વિપુલભાઇ પટેલે ચોટીલામાં ઝેર પી જીવ દીધોઃ ધંધાકીય મંદી કારણભૂત

ટેમ્‍પો લઇને જવાનું કહીને સુરતથી નીકળ્‍યા'તાઃ ગત સાંજે ચોટીલા ઓનેસ્‍ટ હોટલ સામે ઝેર પીધુઃ રાજકોટમાં મોત

રાજકોટ તા. ૨૪: સુરત રહેતાં વિપુલભાઇ વિષ્‍ણુભાઇ પટેલ (ઉ.વ.૪૩)એ ચોટીલામાં ઓનેસ્‍ટ હોટલ સામે ઝેર પી લેતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતાં ચોટીલા પોલીસે કાર્યવાહી કરી હતી.

વિપુલભાઇ હોટલ સામે ઝેર પીધેલી હાલતમાં મળતાં ચોટીલા હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પોલીસે તેમની પાસેના મોબાઇલ ફોનને આધારે તેમના સગાનો સંપર્ક કરતાં સગા સુરતથી આવી પહોંચ્‍યા હતાં. વિપુલભાઇ ટેમ્‍પો ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હતાં. તે બે ભાઇમાં મોટા હતાં અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. ત્રણ દિવસ પહેલા સુરતથી ટેમ્‍પો લઇને બહાર જાય છે તેમ કહી નીકળ્‍યા બાદ ટેમ્‍પો ઘર નજીકથી જ મળી આવ્‍યો હતો. વિપુલભાઇનો સંપર્ક ન થતાં પરિવારજનોએ શોધખોળ આદરી હતી. દરમિયાન તેણે ગઇકાલે ચોટીલા પહોંચી ઝેર પી લેતાં મોત થયું હતું. ધંધાકીય મંદી, આર્થિક સંકડામણને કારણે આ પગલુ ભર્યાનું પરિવારજનોએ જણાવ્‍યું હતું. 

(4:12 pm IST)