Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ડિસેમ્‍બરમાં ત્રણ દિવસીય એસ.વી.યુ.એમ. આંતરરાષ્‍ટ્રીય બિઝનેસ સમિટનું આયોજન

ઝિમ્‍બાબ્‍વેના ડેપ્‍યુટી મિનિસ્‍ટર ડો.પોલાઈટ કંમ્‍બા મુરી ખાસ હાજરી આપશે, કરાર

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા છેલ્લા ૮ વર્ષ થયા આંતરરાષ્‍ટ્રીય સમિટ, પ્રદર્શન અને બાયર સેલર મીટ યોજવામાં આવે છે. આગામી તા.૧૬-૧૭-૧૮ ડિસેમ્‍બરના રોજ રાજકોટ ખાતે આંતરરાષ્‍ટ્રીય બિઝનેસ સમિટ, બાયર સેલર મીટ અને ફોરેન ડેલિગેશનનો ફેકટરી વિઝિટનો કાર્યક્રમ યોજાશે.

આ સમિટમાં એસવીયુએમના લગભગ ૫૦ જેટલા પેટ્રોન- એકિઝબિટર્સ તથા અલગ અલગ ૧૦ જેટલા દેશોમાંથી આવેલ ૫૦ જેટલા ડેલિગેટ્‍સ ભાગ લેશે. નિકાશ વેપાર વૃધ્‍ધિની તકોને ધ્‍યાનમાં રાખીને આ આયોજન કરવામાં આવેલ છે.

આગામી સમિટમાં મુખ્‍ય મહેમાન તરીકે ઝિમ્‍બાબ્‍વે સરકારના માઈનિંગ અને માઈનિંગ ડેવલપમેન્‍ટ ખાતાના ડેપ્‍યુટી મિનિસ્‍ટર શ્રી ડો.પોલાઈટ કંમ્‍બામુરા ખાસ ઉપસ્‍થિત રહેશે. ડો.પોલાઈટનો રાજકોટ આવવા પાછળનો મુખ્‍ય હેતુ સૌરાષ્‍ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ સાથે ઝિમ્‍બાબ્‍વેના ઔદ્યોગિક અને એગ્રિકલચરલ ડેવેલપમેન્‍ટ માટે સહયોગનો રહેશે. આ સહયોગને કારણે સૌરાષ્‍ટ્ર કચ્‍છની અનેક કંપનીઓને ઝિમ્‍બાબ્‍વેના વિકાસમાં સહભાગી થઈને પોતાના વ્‍યવસાયને આગળ વધારવાની અને નિકાસકારોને નિકાસ વૃધ્‍ધિની તકો મળશે.

આ આંતરરાષ્‍ટ્રીય  સમિટ દ્વારા આયુર્વેદ અને પ્રાકૃતિક સારવાર, એગ્રિકલચર, એગ્રો અને ફૂડ પ્રોડકટ્‍સ તથા મશીનરી ગાર્મેન્‍ટ્‍સ અને ટેકસટાઈલ્‍સ, હેલ્‍થ કેર અને બ્‍યુટી કેર, સીરામીક અને સેનેટરીવેર, ઓટો પાર્ટ્‌સ અને એન્‍જીનીયરીંગ, ફાર્મિંગ અને એગ્રિકલચર ઈકઈપમેન્‍ટ્‍સ, વોટર અને ઈરીગેશન સિસ્‍ટમ, મેડિકલ ટુરિઝમ, બિલ્‍ડીંગ મટીરીયલ અને હાર્ડવેર, બાથ ફીટીંગ્‍સ અને સેનેટરી ફીટીંગ્‍સ, સોલાર અને રિન્‍યુએબલ એનેર્જી, માઈનિંગ એન્‍ડ બોરિંગ, ઈમિટેશન જવેલરી વિ.ઉદ્યોગને લાભ મળશે. તેમ જણાવાયું છે.

આ મિશનને સફળ બનાવવા સંસ્‍થાના સ્‍થાપક ટ્રસ્‍ટીઓ પરાગ તેજૂરા (મો.૯૪૨૬૨ ૫૪૬૧૧), પદુભાઈ રાયચુરા- પોરબંદ, સુરેશᅠતન્‍ના- જામનગર, ભુપતભાઈ છાંટબાર- રાજકોટ, મહેશ નગદિયા- અમરેલી, ધર્મેન્‍દ્ર સંઘવી- સુરેન્‍દ્રનગર તથા પ્રભુદાસભાઈ તન્‍ના- રાજકોટની આગેવાની હેઠળની કમિટી સક્રિય ભૂમિકા ભજવી રહેલ છે. આ કમિટીમાં દિગંત સોમપુરા, કેતન વેકરીયા, ઈલિયાસ શેખ, ભાવેશ ઠાકર, મયુર ખોખર, દેવેન પડિયા, દિનેશભાઈ વસાણી, નિヘલ સંઘવી, જીતુભાઈ વડગામાં, મિલન ખીરા, હુસેનભાઈ શેરસીયા, કમલેશભાઈ ભુવા, જસ્‍મિનભાઈ ગોસ્‍વામી, મિતુલ પટેલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:07 pm IST)