Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

સોની વેપારીઓમાં આક્રોશઃ આચારસંહિતાના નામે અત્યાચાર બંધ કરો

કલેકટરે પૂછયું કોની હેરાનગતિ છે... વેપારીઓએ ફોટો દેખાડી કહ્યું રાજકોટ સીટી પોલીસનીઃ અરૃણ મહેશ બાબુની યોગ્ય કરવાની ખાત્રી... : અધિકારી રાજ-ચેકીંગના નામે વેપારીઓની-હેરાનગતિ બંધ નહીં કરાય તો આખી સોની બજાર-પેલેસ રોડ, બેમુદતી બંધ કરી દેવાશેઃ કલેકટરને આવેદન

રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો.એ આચારસંહિતાના નામે થતી કનડગત બંધ કરવા કલેકટરને વિસ્તૃત રજુઆતો કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૩: રાજકોટની વિખ્યાત સોની બજારના વેપારી અગ્રણીઓ-રાજકોટ ગોલ્ડન ડીલર્સ એસો., દિનુમામા, ભાયાભાઇ સાહોલીયા વિગેરે એ આજે કલેકટરને આવેદનપત્ર પાઠવી આચાર સંહિતાના નામે વેપારી-કારીગરોને થતી કનડગત દૂર કરવા માંગણી કરી હતી.

કલેકટરને આવેદન અપાયું ત્યારે કલેકટરે આગેવાનોને પૂછયું કે કોની કનડગત છે, ઇન્કમટેક્ષ-GST-CGST ની તો વેપારીઓએ ના પાડી, અને કલેકટરને વેપારી આગેવાનોએ ફોટો દેખાડતા, તેમાં રાજકોટ પોલીસનું નામ જીલ્લામાં ઉજાગર થયું હતું, કલેકટરે પોતે તે અંગે યોગ્ય કરવાની ખાત્રી આપી હતી.

આવેદનમાં સોની આગેવાનોએ ઉમેર્યું હતું કે, આચાર સંહિતાનો હુકમ બહાર પડેલ છે તેમાં રોકડા નાણાકીય વ્યવહાર તથા અન્ય વ્યવહારો પર પ્રતિબંધ લગાડવામાં આવે છે જે આ આપ લોકોના અધીકારશ્રીએ તરફથી થતી ચેકીંગના નામે હેરાનગતિ થાય છે, આપના અધિકારીઓને જે પાવર આપવામાં આવ્યો છે તેનાથી અનેક ગણું પાવર બનાવી અમારા સોની બજાર પેલેસ રોડની ગલીઓ તથા કોમ્પલેક્ષમાં ચેકીંગના નામે થતી હેરાન ગતિથી અમે લોક (વેપારી મંડળ) ખુબજ પરેશાની ભોગવી રહ્યા છે. આચાર સંહિતાના નામે અમારા ઉપર અત્યાચાર થઇ રહ્યો છે. જો આ અધીકારી રાજ અને ચેકીંગના નામે વેપારીઓની હેરાનગતી બંધ કરવામાં નહિં આવે તો રાજકોટ સોની બજાર પેલેસ રોડ તથા સમગ્ર સુવર્ણકારો અચોકકસ મુદત માટે બંધનું એલાન આપવા મજબુર બનવું પડશે. આથી તાકીદે આ કનડગતને અટકાવવા માટે અમારી અપીલ છે.

 

(3:42 pm IST)