Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

બજારોમાં માસ્ક વગરનાં ૪૧ દુકાનદારોને ૪૧ હજારનો દંડ ફટકારતી મ.ન.પા.

રાજકોટ :.. શહેરમાં કોરોના સંક્રમણ વધતુ અટકાવવા લોકોને માસ્ક પહેરવાનું ફરજીયાત છે ત્યારે માસ્ક વગરનાં લોકોને રૂ. ૧૦૦૦નો દંડ ફટકારવાનું મ. ન.પા. દ્વારા શરૂ થયેલ છે. આજે ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી, જયુબેલી વગેરે બજાર વિસ્તારમાં ચેકીંગ ટૂકડીએ માસ્ક વગરનાં ૪૧ વેપારીઓને ઝડપી લઇ કુલ ૪૧ હજારનો દંડ વસુલ્યો હતો તે વખતની તસ્વીર.

(3:31 pm IST)
  • માસ્ક નહિ પહેરો તો આવશે ઘરે ઈ મેમો: સુરત મહાનગર પાલિકા હવે સીસીટીવી કેમેરાના આધારે વાહન ચાલકો પર નજર રાખશે. બાઇક ચાલક કે પાછળ બેઠેલા વ્યક્તિ એ માસ્ક નહિ પહેર્યું હોય તો ઘરે 1000 નો મેમો આવશે access_time 12:31 am IST

  • કેન્દ્રીય કર્મચારીઓને આવતા વર્ષના જુલાઈથી મો. ભથ્થામાં વધારો મળશેઃ જુલાઈમાં તે ૪ ટકા વધશેઃ હાલ તે ફ્રીઝ થયેલ છેઃ ૧૭ ટકા હતુ જે વધીને ૨૧ ટકા થશે access_time 3:48 pm IST

  • અમદાવાદમાં બગીચાઓ સવારે ૭ થી ૯, સાંજે ૫ થી ૭ જ ખુલ્લા રહેશે : અમદાવાદ શહેરના ઉદ્યાનો અને બગીચાઓ આગામી ઓર્ડર સુધી સવારે 7 થી 9 અને સાંજે 5 થી 7 દરમિયાન જ જાહેર જનતા માટે ખુલ્લા રહેશે. access_time 9:52 pm IST