Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

આશરે દોઢ કરોડના ચાંદીના દાગીનાની છેતરપીંડી મામલે આગોતરા જમીન મંજુર કરતું સેસન્સ કોર્ટ

રાજકોટ તા. ર૪: આ કેસની વિગત એવી છે કે શ્રી દિપેશભાઇ મુકેશભાઇ જેઠવા વિરૂધ્ધ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ચાંદીના દાગીના છેતરપીંડી બાબતે ફેબ્રુઆરી માસમાં બે અલગ અલગ એફ.આઇ.આર. રૂ. ૧,૩૬,૦૦,૦૦૦/- ચાંદીના દાગીનાની રકમની છેતરપીંડી બાબતે નોંધાયેલ હતી.

જે બાબતે અરજદાર આજરોજ સુધી પોતાના બચાવના હેતુસર પોલીસ સમક્ષ હાજર થયેલ ન હતા અને તેઓની આગોતરા જામીન અરજી રાજકોટના નામદાર સેશન્સ કોર્ટમાં દાખલ કરતા નામદારશ્રીએ અરજદારના એડવોકેટની દલીલો સાંભળી તેમજ સરકારી વકીલશ્રીની તેમજ ફરીયાદી પક્ષે રોકાયેલા એડવોકેટની દલીલો સાંભળેલ હતી અને અરજદાર તરફે દલીલો સાંભળી તેમની દલીલ માન્ય રાખી બન્ને અરજીઓ આગોતરા જામીન અરજી મંજુર રાખેલ છે.

અરજદાર તરફે વિદ્વાન ધારાશાસ્ત્રી મકવાણા હિતેશ ધીરજલાલ, એફ. એસ. ખોરજીયા, દિપક ડી. બથવાર, નરેશ છનુરા, જુ. શૈલેન્દ્ર કટારિયા, સંજય એચ. રાઠોડ, સંદિપ વિંઝુડા રોકાયેલ હતા.

(3:29 pm IST)