Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

રાજકોટમાં રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ અને હોકર્સ ઝોનમાં કોરોના ટેસ્ટીંગ ઝુંબેશ : માસ્ક વગર નીકળનારાને દંડ ઉપરાંત કોરોના ટેસ્ટ ફરજીયાત

રાજકોટ : કોરોનાને કાબુમાં લેવા મનપાના તંત્રએ મોટાપાયે ટેસ્ટીંગ ઝુંબેશ શરૂ કરી છે : આજે રેલ્વે સ્ટેશન, એરપોર્ટ અને બસ સ્ટેન્ડમાં છાવણીઓ નાખી મુસાફરોનો કોરોના ટેસ્ટ થઈ રહ્યો છે : લક્ષ્મીનગર પાસે હોકર્સ ઝોનમાં ફેરીયાઓનો તેમજ આ વિસ્તારમાં ભરાતી મંગળવારી બજારમાં પણ ફેરીયાઓનો કોરોના ટેસ્ટ કરવા માટે કેમ્પો યોજાયા છે

(12:02 pm IST)
  • બેક ટુ બેક ... આવતા મહિને વધુ એક 'બુરેવી' વાવાઝોડાનો ખતરો : 'નિવાર'નામનું વાવાઝોડુ ત્રાટકવાની તૈયારીમાં છે ત્યારે તામિલનાડુના દરિયાકિનારે વધુ એક વાવાઝોડાનો ખતરો મંડાઈ રહ્યો છેઃ 'બુરેવી'નામનું વાવાઝોડુ તા.૩ કે ૪ ડીસેમ્બર આસપાસ ત્રાટકે તેવી સંભાવના હોવાનું વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે access_time 2:36 pm IST

  • અમદાવાદમાં નવી કોવીદ હોસ્પિટલો શરૂ : અમદાવાદમાં છ નવી કોવિડ હોસ્પિટલો શરૂ કરવામાં આવી છે જે પૈકી ત્રણ હોસ્પિટલોમાં વધારાની બેડ ખાલી હોવાનું અમદાવાદ કોર્પોરેશને જણાવ્યું છે. access_time 9:53 pm IST

  • પાક.નો બેટસમેન ફખર ઝમાન ન્યુઝીલેન્ડની ટૂરમાંથી આઉટ : લાહોર : પાકિસ્તાનના બેટસમેન ફખર ઝમાનને તાવ આવતા તે ન્યુઝીલેન્ડના પ્રવાસમાંથી બહાર થઇ ગયો છે. ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ૧૮ ડીસેમ્બરથી ત્રણ ટી-ર૦ અને બે ટેસ્ટ મેચોની સીરીઝ રમાનાર છે. access_time 2:35 pm IST