Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

મ્યુનિ. કોર્પોરેશનના કચરા વર્ગીકરણના અભિયાનમાં પોલીસ કમીશ્નર-ડે.મેયર જોડાયાઃ પોતાના ઘરેથી કરી શરૂઆત

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશન દ્વારા ચાલી રહેલા કચરા વર્ગીકરણમાં તમામ મહાનુભાવો ઉત્સુકતાથી સાથ સહકાર આપી રહેલા છે. જેમાં ભીનો કચરો અને સૂકો કચરો અલગ રાખવા માટે શહેરીજનોને જણાવાવમાં આવે છે જેનાથી કચરાનું વર્ગીકરણ સરળ બની શકે છે કચરાનું વર્ગીકરણ કરવાના બહુ બધા ફાયદા છે અને આવા શુભ કામની શરૂઆત સૌથી પ્રથમ પોતાના ઘરેથીજ કરતા ડેપ્યુટી અશ્વિન મોલીયા અને શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જાહેર જનતાને પણ ઉદ્દેશ આપે છે કે માત્ર મહાનગરપાલિકા  જ નહી પરંતુ આપણે સૌ સાથે મળીને સફાઇ ઝૂંબેશમાં સાથ સહકાર આપવો પડશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કચરા વર્ગીકરણ પ્રોેસેસને બહુ જ સરળ બનાવી છે ઘરે ઘરે આવીને ટીપરવાન કચરો લઇ જાય છે. તો આપણી પણ એક ફરજ બને છે કે આપણે સૂકો કચરો અને ભીનો કચરો અલગ રાખીયે જેનાથી મહાનગરપાલિકાને કચરાનું વર્ગીકરણ કરવામાં સરળતા રહે. આ સાથે તમામ શહેરીજનોને સંદેશો આપે છે કે પોતાના શહેરની સ્વચ્છતા જાળવવા માટે શરૂઆત પોતાના ઘરેથીજ કરવી જોઇએ આપણે સૌ સાથે મળીને શહેરને સ્વચ્છ બનાવીએ તેમ મનોજ અગ્રવાલ અને અશ્વિન મોલીયાએ અપીલ કરી છે.

(3:48 pm IST)