Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

રાજકોટ યુથ કોંગ્રેસની ટીમને રાજસ્થાન વિધાનસભા ચુંટણીની જવાબદારીઃ ટીમ રવાના

જયપાલસિંહ રાઠોડ, ભરતસિંહ જાડેજા સહિત

 રાજકોટઃ તા.૨૪, ભારતીય યુથ કોંગ્રેસ  પ્રમુખ કેશવચંદ યાદવજી તથા ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપુત ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ મહામંત્રી પાર્થીવરાજસિંહ કાઠવાડીયાની સૂચના અનુસાર ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ ના પ્રદેશ ના હોદે્દારો / પ્રભારીઓ તથા જીલ્લા પ્રમુખો ને રાજસ્થાન વિધાનસભા ચુંટણી મા જવાબદારી આપવામા આવી.. જેમા ૫ વિધાનસભા મા યુથ કોંગ્રેસ ને જવાબદારી સોપવામા આવી છે. 

જે જવાબદારી સંદર્ભે  રાજકોટમાંથી ડુંગરપુર વિધાનસભાની જવાબદારી મા રાજકોટ શહેર યુથ કોંગ્રેસ, પ્રમુખ જયપાલસિંહ રાઠોડ રાજકોટ જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ, ભરતસિંહ જાડેજા , અમિત પટેલ, હરપાલસિંહ જાડેજા, હિરેન પટેલ લાડનુ વિધાનસભા જવાબદારી મા રાજકોટ જીલ્લા યુથ કોંગ્રેસ, પ્રમુખ મુકુંન્દ ટાંક રાજકોટ શહેર યુથ કોંગ્રેસ, કાર્યકારી પ્રમુખ નિતીન ભંડેરી, શરદ તલસાણિયા રવિ જીત્યા સહિત ના રાજસ્થાન જવા રવાના થયેલ છે.

(3:47 pm IST)