Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

પુરવઠા નિગમના એમ.ડી ભારદ્વાજ જૂનાગઢથી સીધા ગોંડલ યાર્ડમાં ત્રાટકયાઃ મગફળી ખરીદીમાં ચેકીંગ

બપોર બાદ રાજકોટ યાર્ડમાં પણ ચેકીંગઃ કલેકટર તંત્રના અધિકારીઓ દોડી ગયા : મગફળીની ખરીદી ધીમી થતી હોવાનો એમ.ડીનો નિર્દેશ

રાજકોટ તા.૨૪: હાલ રાજકોટ સહિત રાજયભરમાં મગફળીની ખરીદી ચાલી રહી છે. પુરવઠા નિગમ દ્વારા ખરીદી થઇ રહી છે. મગફળી ખરીદીમાં ચેકીંગમાં જુનાગઢ પહોંચેલા નિગમના એમ.ડી. શ્રી મનિષ ભારદ્વાજ આજે સવારે ૧૧ વાગ્યા બાદ સીધા ગોંડલ યાર્ડમાં ચેકીંગ અર્થે 'દોડી જતા ભારે અફડાતફડી મચી હતી, રાજકોટ કલેકટરતંત્રના એડી. કલેકટર શ્રી પરિમલ  પંડયા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ દોડી ગયા હતા.

શ્રી ભારદ્વાજ દ્વારા ગોંડલ યાર્ડમાં મગફળી અંગે તમામ બાબતોનું ચેકીંગ કરાયું હતું. બપોર બાદ રાજકોટ યાર્ડમાં ચેકીંગ કરી અધિકારીઓ સાથે મીટીંગ કરશે તેમ સાધનોએ ઉમેર્યું હતું.

દરમિયાન એમ.ડી.શ્રી ભારદ્વાજે પત્રકારો સાથેની વાતચીતમાં સંકેત આપ્યો હતો કે, મગફળીની ખરીદી ધીમી થઇ રહી છે, જે ઝડપી બને તે માટે અમે કાર્યવાહી કરી રહયા છીએ.

તેમણે ઉમેયુંર્ હતું કે ૧૨ હજાર ખેડૂતોની મગફળી ખરીદાઇ છે, કુલ રાા લાખ કવીન્ટલ મગફળી રાજયમાં લેવાઇ છે, રાજયભરમાં ૬ લાખ ખેડૂતોની નોંધણી થઇ છે, અને ૨૦ લાખ આસપાસ બારદાન છે,જરૂર પડયે વધુ લેવાશે.

(3:43 pm IST)