Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

શ્રી ધર્મનાથજી જિનાલયની દ્વિતિય વર્ષગાંઠઃ અઢાર અભિષેક, શક્સ્તવ પૂજન, સાચા ફૂલોની આંગી, ભકિત સંગીત

જાગનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ નિર્મિત : પ.પૂ.આચાર્ય દેવ શ્રીમદ્દ વિજય યશોવિજય સૂરીશ્વર મ.સા. આદિ સાધુ- સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રા

રાજકોટ,તા.૨૪: કાલે તા.૨૫ને રવિવારે હંસાબેન બીસચંદભાઈ મહેતા (ભાણવડવાળા) શ્રી ધર્મનાથજી જિનાયલમાં દ્વિતિય વર્ષગાંઠ નિમિતે સવારે ૬ કલાકથી શ્રી અઢાર અભિષેક કરવામાં આવશે. ઉપસ્થિત શ્રાવક/ શ્રાવિકાઓ માટે શ્રી નવકારશીનું અયોજન કરવામાં આવેલ છે.

તા.૨૮ને બુધવાર, સવારે ૯ કલાકે ''શ્રી શક્સ્તવ મહાપૂજન'' ભણાવવામાં આવશે પરમાત્માને ૧૧ વખત વિધિવિધાન તથા અલગ- અલગ શાસ્ત્રીય રાગોમાં સંગીતના સથવારે ''શક્સ્તવ''ના શ્લોકો ભણાવવામાં આવશે. બપોરે ૧૨:૩૦ કલાકે શ્રી જાગનાથ સંઘના સભ્ય પરીવારો માટે શ્રી નંદવાણા બોર્ડીંગમાં ''સ્વામીવાત્સલ્ય'' રાખવામાં આવેલ છે.

સાંજે ૬ કલાકે ભવ્યાતિભવ્ય સાચા ફૂલોની ડીસાના આંગીકારો અંગરચના કરશે તથા રાત્રે ભાવ્યાતિભવ્ય ૮:૩૦ કલાકે ''ભકિત સંગીત''નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

સમગ્ર મહોત્સવનો લાભ રીટાબેન દિનેશભાઈ પારેખ, ચંદ્રાવતીબેન જે.શાહ હઃ દિલેશભાઈ શાહ, દિવ્યાબેન ચંદ્રકાંતભાઈ શાહ, હંસાબેન ખીમચંદભાઈ મહેતા (ભાણવડવાળા), સમજુબેન રાયચંદભાઈ શાહ હઃ જયેશભાઈ, નિર્મળાબેન રતિલાલ મહેતા, આંગી મૌલીકભાઈ પારેખ હઃ શર્મીષ્ઠાબેન કીશોરભાઈ પારેખ પરીવારોએ લીધેલ છે.

સમગ્ર મહોત્સવને મંગલમય બનાવવા શ્રી જાગનાથ સંઘ ટ્રસ્ટીમંડળ કાર્યરત છે. પૂજા અનુષ્ઠાન કરાવવા ક્રિયાકાર ધર્મેન્દ્રભાઈ બરોડાથી પધારશે. ભકિત સંગીત દિનેશભાઈ પારેખ પીરસશે. સકલ સંઘના શ્રાવક / શ્રાવિકાઓને પધારવા શ્રી સંઘ તરફથી આમંત્રણ આપવામાં આવે છે. તેમ સંઘપ્રમુખ દિનેશભાઈ પારેખની યાદી જણાવે છે.

(3:56 pm IST)