Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

બેડીમાં યુપીનું દંપતિ અને ૧ વર્ષની પુત્રી દાઝયાઃ માતાની હાલત ગંભીર

રાજકોટ તા. ૨૪: મોરબી રોડ પરના કુવાડવા તાબેના બેડી ગામમાં ઉત્તરપ્રદેશનું દંપતિ અને એક વર્ષની દિકરી દાઝી જતાં ત્રણેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

જાણવા મળ્યા મુજબ બેડીમાં રહેતી નિતા મનોજ પ્રજાપતિ (ઉ.૨૨) બપોરે સ્ટવ પર રસોઇ બનાવી રહી હતી ત્યારે અચાનક ભડકો થતાં આગ ભભૂકતાં ઓરડીમાં જ બેઠેલો તેનો પતિ મનોજ ઓમપ્રકાશ પ્રજાપતિ (ઉ.૨૪) આગ બુઝાવવા જતાં તે પણ દાઝી ગયો હતો. તેમજ આ બંનેની માસુમ ફુલડા જેવી દિકરી પુજા (ઉ.૧) પણ દાઝી ગઇ હતી. ત્રણેયને ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇ ડાંગરે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. મનોજ કારખાનામાં નોકરી કરે છે. સ્ટવમાં અચાનક ભડકો થતાં આગ લાગ્યાનું નિતાએ જણાવ્યું હતું. કુવાડવા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:12 pm IST)