Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

વિશ્વ એઇડ્સ દિનની ઉજવણીનું કાઉન્ટ ડાઉન શરૃઃ ૧૨૦ કાર્યક્રમો હાથ ધરાશે

એઇડ્સ પ્રિવેન્શન કલબ દ્વારા ૨૯ નવેમ્બરથી ૩૧ માર્ચ સુધી વિવિધ આયોજનો : ૧ ડીસેમ્બરે રેલી : કેન્ડલ લાઇટથી રેડ રીબન બનાવાશે

રાજકોટ તા. ૨૪ : એઇડ્સ જનજાગૃતિ કાર્યો કરતી એઇડ્સ પ્રિવેન્સન કલબ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસ ૧ ડીસેમ્બર અંતર્ગત તા. ૨૯ નવેમ્બરથી તા. ૩૧ માર્ચ સુધીમાં ૧૨૦ કાર્યક્રમોની હારમાળા આયોજીત કરાઇ છે.

પ્રથમ કાર્યક્રમ આગામી તા. ૨૯ ના પંચશીલ સ્કુલમાં કેન્ડલ લાઇટનો થશે. તા. ૩૦ ના વિરાણી સ્કુલ અને તા. ૧ ડીસેમ્બરે કાલાવડ રોડ પર રેલી યોજાશે. કણસાગરા કોલેજ, કે.જે. કોટેચા, જી.ટી.શેઠ સ્કુલ જેવી સંસ્થાઓ સાથે જોડાશે. આજ દિવસે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ન.પ્રા.શિ.સ. ના સહયોગથી એઇડ્સ દિન નિમિતે સવારે ૮.૩૦ વાગ્યે જિલ્લાની ૧૧૦૦ થી વધુ શાળામાં રેડ રીબન બનાવવામાં આવશે. ૩ લાખથી વધુ છાત્રો જોડાશે. એજ દિવસે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે પી.ટી.સી. કોલેજની છાત્રાઓ કેન્ડલલાઇટ રીબન અને ગેટીંગ ટુ ઝીરો બનાવશે.

સમગ્ર કાર્યક્રમમાં રાજકોટ મ્યુ. કોર્પો. આરોગ્ય શાખાનો સહયોગ મળેલ છે. આયોજન એઇડ્સ પ્રિવેન્સન કલબના ચેરમેન અરૂણ દવે તથા સેક્રેટરી વિશાલ કમાણી સંભાળી રહ્યા છે. આ વખતનું લડત સુત્ર 'નો યોર સ્ટેટસ' છે. વધુ માહીતી માટે હેલ્પ લાઇન નં. ૯૮૨૫૦ ૭૮૦૦૦ ઉપર સંપર્ક કરી શકાય છે.

(3:08 pm IST)