Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાજકોટ મહાનગર કૃષ્ણનગરના સ્વયંસેવકો દ્વારા પથ સંચલન (રૂટ માર્ચ) યોજાયું : દેશ પ્રેમી જનતા દ્વારા ભવ્ય સ્વાગત

વરસતા વરસાદમાં શિસ્તબદ્ધ રીતે એક દો એક દો ના તાલ સાથે નીકળેલું પથ સંચાલન ભવ્ય આકર્ષણ જમાવ્યું હતું

રાજકોટ :  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્થાપના દિન નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો થતા   છે જેમાંરાજકોટ મહાનગર કૃષ્ણનગર ના સંઘના ગણવેશ સાથે સ્વયંસેવકો  દ્વારા પથ સંચલન (રૂટ માર્ચ) ભવ્ય આયોજન તારીખ 24.10. 21 રવિવાર સાંજે ૫.૩૦ કલાકે શાળા નંબર 69 કૃષ્ણનગર મેઇન રોડનીકળશે. કૃષ્ણનગર ના સ્વયંસેવકો પૂર્ણ ગણવેશ સાથે જેમાં ઘોષ( બેન્ટવાજા) તાલ સાથે કૃષ્ણનગર ના જુદા જુદા વિસ્તાર શાળા નંબર 69 થી, ગરબીચોક, શ્રદ્ધા ગાર્ડન, દોશી હોસ્પિટલ, પંચશીલ હોલ, એસી ફુટ રોડ, ગોકુલધામ સોસાયટી, અંકુર નગર રોડ, ગુરુપ્રસાદ ચોક, સ્વામી નારાયણ ચોક, શાળા નંબર ૬૯ કૃષ્ણનો મેઇન રોડ એ પૂર્ણ થયેલ  

આ પંથ સંચલન નું વરસતા વરસાદમાં નીકળેલું ભવ્ય પથ સંચલન શિસ્ત બંધ એક દો એક દો ના તાલ સાથેનીકળેલું સંચલન ભવ્ય આકર્ષણ જમાવ્યું હતું જેનું  ભવ્ય સ્વાગત દેશ પ્રેમી જનતા લોધેશ્વર સોસાયટી પરિવાર, વિનય સોસાયટી પરિવાર, રોકડિયા ચોક ગરબી મંડળ, ગોકુલધામ સોસાયટી પરિવાર, સ્વામી નારાયણ ચોક વેપારીએ , બાલાજી મેડિકલ અને બાલાજી પરિવાર જોડાયા હતા ભારત માતાકી જય વંદે માતરમ સ્લોગન થી જબરુ દેશપ્રેમીવાતાવરણ આકર્ષણ થયું હતું
તેમ  જયેશ  સંઘાણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંયોજક રાજકોટ મહાનગરની યાદીમાં જણાવાયું છે

(9:30 pm IST)