Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

રૈયા રોડ શિવાજી પાર્ક પાસે અમરનાથ એપાર્ટમેન્ટનો ફ્લેટ મોરબીથી ડાંગ બદલી પામેલા પોલીસમેને પચાવી પાડ્યો: ફ્લેટ ભાડે રાખી ભાડું ન દીધું ને ખાલી પણ ન કર્યો: લેન્ડ ગ્રેબીંગના નવા કાયદા મુજબ ગુન્હો દાખલ કરી આરોપીને ગાંધીગ્રામ પોલીસે પકડયો

એસીપી પી.કે. દીયોરા, પીઆઇ કે.એ.વાળા, પીએસઆઇ જે.જી. રાણા અને ટીમની કાર્યવાહી

રાજકોટઃ શહેરના રૈયા રોડ ગુરૂ ગોલવાલકર માર્ગ શિવાજી પાર્ક પાસે રેવન્યુ સર્વે નં.૪૬૫ પૈકી ટી.પી.સ્કીમ નં.૦૧ ના મુળ ખંડ નં.૮૧ ફાઇનલ પ્લોટ નં.૯૪૭ પૈકી વિભાગ-ઇ જમીન ચોરસ મીટર ૧૦૧૬ ઉપર આવેલ “અમરનાથ ફલેટ" પૈકી બી બિલ્ડીંગમા કસ્ટ ફલોર મા આવેલ ફલેટ નં.બી/૨ ચો.ફુટ ૪૭૦ (કારપેટ એરીયા) જેનો સુપર બિલ્ટઅપ એરીયા ૬૩૪-૫૦ વાળો ફ્લેટ કે જે દિલીપભાઇ રતીભાઇ વાઢેર (ઉ.વ-૬૦ જાતે કડીયા ધંધો કન્સ્ટ્રકશન રહે.૪૭/૦૫ મીરા માધવ એપાર્ટમેન્ટની સામે મોટા મોવા ગામની પાછળ કાલાવડ રોડ)ની માલિકીનો છે તે તેમણે ગૌતમ જેમલભાઇ વાઘેલાને રાજકોટ ભાડાથી રહેવા માટે આપેલ હતો. જે ભાડા કરાર મુજબ ભાડુ નહી ચુકવી તથા ભાડા કરારનો સમય પુરો થયેલ હોય તેમ છતાં આરોપીએ સદરહુ ફલેટ ખાલી નહી કરી તેમજ આજદીન સુધી ભાડુ નહી આપી સદરહુ ફલેટમાં ગેરકાયદેસર કબ્જો કરી આ કામના ફલેટ પર ગેરકાયદેસર કબ્જો કરી મિલકત પચાવી પાડેલ હોઇ તેના વિરુધ્ધ લેન્ડ ગ્રેબીંગના નવા કાયદા મુજબ ગુન્હો દાખલ કરવા માટે ફરીયાદીએ જીલ્લા કલેકટરશ્રીને અરજી આપેલ હતી.

આ અરજી અંતર્ગત જીલ્લા કલેકટરશ્રી ની કચેરી ખાતે તા.૧૬/૧૦/૨૦૨૧ ના રોજ કમિટીના નિર્ણય આધારે ઉપરોકત આરોપી વિરુધ્ધ ગુન્હો દાખલ થવા હુકમ થઇ આવેલ હોય જેથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ  તથા નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળનઆરોપી વિરોદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિ.૨૦૨૦ ની કલમ ૩,૪(૩),૫(ગ),(ધ ૩,૪(૩),૫(ખ),(ગ) કરવામા આવેલ છે.અને આરોપીને હસ્તગત કરી સરકારીની ગાઇડ લાઇન્સ મુજબ કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ કરવામાં આવી છે.

  આરોપી અગાઉ રાજકોટ શહેર ખાતે પોલીસ કોન્સટેબલબતરીકે અને ત્યાર બાદ મોરબી શહેરમાં ફરજ બજાવી ચૂકેલ છે. ત્યાથી આહવા ડાંગ ખાતે બદલી થયેલ છે.  

આ કામગીરી પો.ઇન્સ. કે.એ.વાળા તથા પો.સ.ઇ જે.જી.રાણા, એ.એસ.આઇ.હીરાભાઇ રબારી, હેડકોન્સ. ખોડુભા જાડેજા, કોન્સ.વનરાજભાઇ, દિવ્યરાજસિંહ, દીગ્વિજયસિંહ, ગોપાલભાઇ પાટીલ,ગોપાલભાઇ બોળીયા ,દીનેશભાઇ તથા મહીલા પો.કો.ભુમીકાબેન સોલંકી તથા એ.એસ.આઇ.પર્વતસિંહ એન.પરમાર, સુધાબેન એન.સોલંકી, એ.એસ.આઇ.. વિજેન્દ્રસિંહ જાડેજા પો.હેડ.કોન્સ. બ્રીજરાજસિંહ ઝાલા મદદનીશ પોલીસ કમિશ્નર કચેરી (પશ્ચિમ વિભાગ) દ્વારા કરવામાં આવી છે. એસીપી પી.કે. દીયોરા વધુ તપાસ કરે છે.

(8:04 pm IST)