Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

દિવાળીના તેહવાર અંતર્ગત કાર્યવાહી બેટીના પૂલ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર પકડી લેતી એરપોર્ટ પોલીસ

કાર નં. GJ 05 JA 1281ને આધારે આરોપીની શોધખોળ

રાજકોટઃ એરપોર્ટ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. વી સી પરમાર તથા ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કોન્સ. કનુભાઇ ભમ્મર તથા ભગીરથસિંહ ડોડીયાની બાતમીના આધારે અમદાવાદ-રાજકોટ હાઇવે પર બેટી ગામના પુલ પાસેથી રૂ. ૩૩,૬૦૦નો ૮૪ બોટલ દારૂ ભરેલી વોક્સવેગન કંપનીની જેટા કાર ન. GJ 05 JA 1281 પકડી લઈ દારૂ અને કાર મળી કુલ રૂ.૨,૩૩,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરેલ છે. કાર નમ્બરને આધારે આરોપીની શોધખોળ થઈ રહી છે.

દિવાળી તહેવાર અંતર્ગત પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ,જેસીપી ખુરશીદ એહમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા તથા એ.સી.પી ઉત્તર વિભાગ એસ.આર.ટંડેલની સૂચના મુજબ  પો.ઇન્સ. જી.એમ.હડીયા, પો.સ.ઇ વી સી પરમાર, હેડ.કોન્સ કેશુભાઇ વાઝા, વિક્રમસિંહ સોલંકી, કોન્સ. દિવ્યરાજસિંહ ચુડાસમા, યશપાલસિંહ ઝાલા, મહાવીરસિંહ ચુડાસમા, યુવરાજસિંહ જાડેજા, કનુભાઇ ભમ્મર, ઇરશાદભાઇ ઝન્નર તથા ભગીરથસિંહ ડોડીયાએ આ કામગીરી કરી છે.

(5:26 pm IST)