Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

ઢેબર કોલોનીમાં જૂગારધામ ચલાવવાના ગુનામાં સામેલ જીન્નત માણેકને પાસાના નવા કાયદા હેઠળ અમદાવાદ જેલમાં ધકેલાઇ

ભકિતનગર પોલીસ અને પીસીબીની ટીમે વોરન્ટની બજવણી કરી

રાજકોટઃ ઢેબર કોલોની કવાર્ટર નંઉ ૧૫૭ મદ્રેસાની સામે રહેતી જીન્નત સિદ્દીકભાઇ માણેક નામની મહિલા જૂગારધામ ચલાવવાના ગુનામાં પકડાઇ હોઇ તેમજ દારૂ જૂગારના પંદરેક જેટલા ગુના તેના પર અગાઉ નોંધાઇ ચુકયા હોઇ પાસાના નવા કાયદા મુજબ જૂગારના કેસો અંતર્ગત તેણીને પાસા તળે જેલમાં ધકેલવાની દરખાસ્ત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મંજૂર કરી અમદાવાદ જેલમાં ધકેલવા હુકમ કરતાં ભકિતનગરના પીઆઇ જે. ડી. ઝાલા, પીસીબીના પીઆઇ આર. વાય. રાવલ, હેડકોન્સ. રાજુભાઇ દહેકવાલ, શૈલેષભાઇ રાવલ, ઇન્દ્રજીતસિંહ સિસોદીયા, રાહુલગીરી ગોસ્વામી, ભકિતનગરના હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા સહિતે આ કામગીરી કરી હતી.

(10:47 am IST)