Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

રાજકોટનાં યુનિ. રોડ પર આવેલ GJ5 એગ વિલાને ખાદ્યપદાર્થોની હાઇજેનિક કંડીશન અને લાઇસન્સ બાબતે નોટિસ

રાજકોટ: લોકોનાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને  મહાનગરપાલિકા દ્વારા વિવિધ ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરવામાં આવે છે. જેમાં આજે તા. ૨૩ના રોજ યુનિ. રોડ, ભગતસિંહજી ગાર્ડન સામે આવેલ GJ5 એગ વીલા ખાતે ખાદ્યપદાર્થો પદાર્થો ખુલ્લા રાખવા બાબતે આવેલ ફરિયાદ અનુસંધાને મનપાના ફૂડ શાખા દ્વારા ફૂડની હાઇજેનિક કંડીશન અને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ તારીખ લખ્યા વગરના ૧૨૦ નંગ પાઉં સાથેના ૫ પેકેટ્સનો નાશ કરવામાં આવેલ છે. તેમ રાજકોટ મહાનગરપાલિકાના ફુડ શાખાનાં ડેઝીગનેટેડ ઓફિસરની યાદીમાં જણાવેલ છે.

 

(9:14 pm IST)