Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

સમરસ કોવિડ કેર સેન્ટરમાં આજ સુધીમાં ૩પપ૦ લોકો સાજા થયા

ડિટેકટેડ હેલ્થ સેન્ટરમાં ૧૦૦૦ લોકોને સારવાર : કુલ ૪પ૦૦ દર્દીઓએ સારવાર લિધીઃ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ આરોગ્યની ટીમ સતત ખડે પગે

રાજકોટ તા. ર૪ : જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહનની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે કે સમરસ હોસ્ટેલ, રાજકોટ ખાતે ર૦૦૦ ની કેપેસીટી ધરવાતું કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવેલ હતું. જેનો ઉપયોગ પ્રથમ કવોરેન્ટાઇન સેન્ટર તરીકે કરવામાં આવેલ જયાં કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા તથા પરિવારજનોને કવોરેન્ટાઇન કરવામાં આવતા હતા.

કોરોના પોઝીટીવ કેસો વધતા સમરસ હોસ્ટેલને કોવિડ કેર સેન્ટર તરીકે કાર્યરત કરવામાં આવેલ જયા કોરોનાના માઇલ્ડલક્ષણો ધરાવતા દર્દીઓને રાખવામાં આવતા હતા. આજ દિન સુધી સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે ૩પ૦૦ થી વધુ દર્દીઓ સારવાર લઇ ચુકયા છે.

કોરોનાના પોઝીટીવ કેસો વધતા સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ઓકિસજન વાળા બેડની અછત થતા કુલ ૩પ૦ બેડ સાથે સમરસ હોસ્ટેલના ચારમાળને ઓકિસજન સુવિધા યુકત (ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર) માં રૂપાંતરિત કરવામાં આવેલ હતું ત્થા મોડરેટ અને ઓકિસજનની જરૂરિયાત ધરાવતા અંદાજિત ૧૦૦૦ થી વધુ દર્દીઓ સારવાર મેળવી કોરોના મુકત થઇ ચુકયા અહી ડોકટર્સ, નર્સ, પેશન્ટ એટેન્ડન્ટ સહિતને સ્ટાફ દર્દીઓની સારવાર માટે ખડે પગે રહે છે.

પ્રાંત અધિકારી રાજકોટ શહેર-ર ચરણસિંહ ગોહિલ તથા મેડીકલ નાડેલ ડો. શ્રી મેહુલ પરમાર જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહનના સીધા માર્ગદર્શન અને પરામર્શમાં રહી રાજકોટના સૌથી મોટા કોવિડ હેલ્થ સેન્ટરનું સંચાલન કરી રહ્યા છે ૪પ૦૦ થી વધુ દર્દીને લાંબા સમયની સારવાર આપ્યાના પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું છે કે આગામી સમયમાં કોરોના વાઇરસ સંબંધે તમામ પડકારોને પહોંચી વળવા તંત્ર સજ્જ છે. હાલમાં કોરોનાના કેસોમાં ઘટાડો આવ્યો છે. છતા તંત્ર દ્વારા કોરોનાને ગંભીરતાથી લઇ તમામ પ્રયાસો કરાઇ રહ્યા છે.

(3:40 pm IST)