Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

ખટ્ટરજી સાથે કામધેનુ દિપાવલી અભિયાનની ગોષ્ઠી

રાજકોટ : રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયાની પ્રેરણાથી આ વર્ષે ગૌમાતાના ગોબરમાંથી બનેલા દિવા ઘરે ઘરે પ્રગટે તે માટે 'કામધેનુ દિપાવલી અભિયાન' શરૂ કરવામાં આવ્યુ છે. ત્યારે હરીયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરજીએ પણ આ અભિયાનની માહીતી જાણી પ્રસન્નતા વ્યકત કરી હતી. આ તબકકે ડો. કથીરીયાએ શ્રી મનોહરલાલ ખટ્ટરજીનું પંચગવ્ય પ્રોડકટસ, ગૌમય દિવા, લક્ષ્મીજી, ગણેશજીની મૂર્તિ અર્પણ કરી અભિવાદન કર્યુ હતુ. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(3:39 pm IST)