Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

ઇ-સ્ટેમ્પ વિક્રેતાઓને પ્રમાણપત્ર દિઠ સરકાર વધારાના રૂ. ૮ાા આપશે

રાજયના રપ૦૦ જેટલા વિક્રેતાઓને ગઇ તા. ૧ એપ્રિલની અસરથી લાભ

રાજકોટ તા. ર૪: રાજય સરકારે સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન સાથે જોડાયેલા ઇ-સ્ટેમ્પ વિક્રેતાઓને કંપની તરફથી મળતા કમિશન ઉપરાંત પ્રમાણપત્ર (એન્ટ્રી) દિઠ રૂ. ૧૦ આપવાની અગાઉ જાહેરાત કરેલ. તેના અમલની દિશામાં કામગીરી ચાલી રહી છે.

સરકારના વર્તુળોના જણાવ્યા મુજબ ઇ-સ્ટેમ્પ વિક્રેતાને દર એક ડોકયુમેન્ટે પ્રમાણપત્ર દિઠ રૂ. ૧૦ વધારાના આપવાનું જાહેર કરાયેલ જેમાંથી જી.એસ.ટી. બાદ કરતા રૂ. ૮.પ૦ જેટલી રકમ મળવાપાત્ર થાય છે. વિક્રેતાઓને ગઇ તા. ૧ એપ્રિલ ર૦ર૦ની અસરથી લાભ (એરીયર્સ) મળશે. બાકી ચુકવણું એકાદ મહિનામાં કરીને પછી સરકાર કમિશન ઉપરાંત મુજબ મળવાપાત્ર એન્ટ્રી દિઠ રૂ. ૮II નો લાભ આપવા માંગે છે. ફીઝીકલ સ્ટેમ્પ બંધ થઇ જતા ઇ-સ્ટેમ્પનો વપરાશ વધ્યો છે.

(3:14 pm IST)