Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

સબ રજી. કચેરી વિભાગ-૬ માં વેઇટીંગ પીરીયડ ખતમ કરવા મુખ્યમંત્રીને રજુઆત

ભાજપ લીગલ સેલ દ્વારા પત્ર પાઠવી યોગ્ય કરવા માંગણી

રાજકોટ તા. ર૪: રાજકોટ સબ રજી. કચેરી વિભાગ-૬ (મવડી) માં ૧ માસ જેવો વેઇટીંગ પીરીયડ ખતમ કરવા માટે મુખ્યમંત્રી, સેક્રેટરી શ્રી સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા નોંધણી સર નિરીક્ષકને ભા.જ.પ. લીગલ સેલે પત્ર પાઠવીને આ અંગે યોગ્ય કરવા જણાવ્યું છે.

રાજકોટ શહેરમાં કુલ ૮ (આઠ) સબ રજીસ્ટ્રાર કચેરી કાર્યરત છે જેમાં વર્તમાન ઝોન-ર માં ડિમાન્ડ મુજબ હાલ ર (બે) સબ-રજીસ્ટ્રાર કાર્યરત છે. તે મુજબ રાજકોટ ઝોન-૬ (મવડી) માં પણ હાલ એક માસ જેવો મોટો વેઇટીંગ પીરીયડ ચાલી રહેલ છે ત્યારે ભા.જ.પ. લીગલ સેલ દ્વારા રાજકોટ કલેકટર ને રજુઆત કરી રહેલા ૧ (એક) માસથી રૂમ પણ ફાળવી અને કબ્જો પણ સબ રજીસ્ટ્રાર કચેરીને સોંપી આપેલ છે અને માર્ગ અને મકાન વિભાગ રાજકોટ દ્વારા સદરહું આ રૂમમાં જરૂરી રિનોવેશન, કલર કામ તથા ઇલેકટ્રીક કામ પણ પુર્ણ કરેલ છે જેથી સદરહું રૂમમાં ફકત જી-સ્વાન કનેકટીવીટી ન હોવાને કારણે લોકોને અધિકારીઓની ઢીલાશ ના કારણે હજુ સુધી જી-સ્વાન કનેકશન ન મળવાને કારણે-૧ (એક) માસ જેવો વેઇટીંગ પીરીયડનો ભોગ બનવું પડે છે.

સદરહું એક માસ જેવા વેઇટીંગ પીરીયડ ઘટાડવા માટે તેમજ હાલ રાજકોટ મહાનગરપાલીકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના સ્કિમ પણ ઝોન-૬ (મવડી) માં દસ્તાવેજ ખુબ જ થતા હોવાના કારણે મહાનગરપાલીકાના દસ્તાવેજ તથા આ ઝોનના રેગ્યુલર દસ્તાવેજમાં ગતી લાવવા આપશ્રી દ્વારા તાકિદે નવું જી-સ્વાન કનેકશન નવા રૂમમાં સત્વરે ચાલુ કરાવવા અંગેની ઘટતી કાર્યવાહી તાકિદે કરવા પત્રમાં જણાવાયું છે. તેમ કન્વીનર શ્રી હિતેષભાઇ દવેની યાદીમાં જણાવેલ છે.

(3:10 pm IST)