Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

રાજકોટ ફાયર સ્ટેશનમાંથી ફાયર ફાયટર ડ્રાઈવર વિના રોડ પર દોડ્યું : એક રીક્ષા અને રેંકડીને અડફેટે લઈને બુકડો બોલાવી લીધો : કરણપરા શેરી ન 25 સુધી ડ્રાઈવર વગરની ફાયર ફાયટર દોડ્યું : સદનસીબે કોઈ જાનહાની નહીં

રાજકોટ : રાજકોટમાં સાંજે ફાયર સ્ટેશનમાંથી ફાયર ફાયટર ડ્રાઈવર વિના રોડ પર દોડ્યું  હતું આ ફાયર ફાયટરે એક રીક્ષા અને રેંકડીને અડફેટે લઈને બુકડો બોલાવી લીધો  હતો લગભગ 500 ફૂટ સુધી કરણપરા શેરી ન 25 સુધી ડ્રાઈવર વગરની ફાયર ફાયટર દોડ્યું  હતું જોકે સદનસીબે કોઈ જાનહાની થઇ નથી

(7:43 pm IST)
  • બેંગ્લોરમાં ૩ કલાકમાં ૩ ઈંચ વરસાદ તૂટી પડ્યો : બેંગ્લુરૂમાં ગઈકાલે ત્રણ કલાકમાં ૩ ઈંચ વરસાદ પડી જતા ચારે કોર પાણી ભરાયા હતા : રાજેશ્વરીનગરમાં રીટેઈનીંગ દિવાલ તૂટી પડતા નીચાણ વિસ્તારોમાં મકાનોમાં પાણી ભરાયા હતા access_time 3:03 pm IST

  • ભારત 30મીએ વુહાન મોકલશે ફ્લાઇટ : વંદે ભારત મિશન અંતર્ગત ચીન જનાર એરઇન્ડિયાની હશે છઠી ઉડાન : ચીનના વુહાન શહેરમાં પહેલીવાર કોરોના સંક્રમણનો કેસ સામે આવ્યો હતો : એરઇન્ડિયાની 30 ઓક્ટોબરે ઉડાંનું સંચાલન કરશે : બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસની જાહેરાત access_time 1:06 am IST

  • મુંબઇથી હનીમૂન માટે કતાર ગયેલા કપલને સંબંધીએ ડ્રગ્સ તસ્કરીમાં ફસાવ્યા :૧૦ વર્ષની થઇ જેલઃ નારકોટિકસ કંટ્રોલ બ્યૂરો (NCB) રાજનૈતિક ચેનલ્સ દ્વારા આ કપલને ભારત લાવવાનો પ્રયાસ કરી રહી છે access_time 11:25 am IST