Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

દિવાળી નિમિતે કોઠારીયા નાકા મિત્ર મંડળ દ્વારા વિદ્યાર્થીઓ અને જરૂરતમંદોને કપડાનું વિતરણ

રાજકોટ : કોઠારીયા નાકા મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા સામાજીક શૈક્ષણિક સાંસ્કૃતિક સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે દિવાળી તહેવાર ધ્યાને લઇ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહાત્મા ગાંધી સ્મૃતિ શાળા (કિશોરસિંહજી શાળા નં.૧) ના વિદ્યાર્થીઓ તેમજ સમાજના અન્ય જરૂરતમંદ પરિવારોને કપડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતુ. ડો. જી. યુ. મહેતાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ વિતરણ સમારોહના મુખ્ય મહેમાનપદે કૃણાલ કન્સ્ટ્રકશનવાળા અરવિંદભાઇ દોમડીયા અને સ્ટેન્ડીંગ કમીટીના પૂર્વ ચેરમેન કશ્યપભાઇ શુકલ તેમજ અતિથિ વિશેષ તરીકે સોની જ્ઞાતિ અગ્રણી ચમનભાઇ લોઢીયા, દરજી જ્ઞાતિ એજયુ. ટ્રસ્ટના પ્રમુખ દીપકભાઇ પીઠડીયા, શાળાઓના કો.ઓર્ડીનેટર વિપુલભાઇ ગાબુ, શાળાના આચાર્યશ્રી હેતલબેન પોરીયા ઉપસ્થિત રહેલ. સરસ્વતી વંદના ગીતથી કાર્યક્રમની શરૂઆત કરાયા બાદ મહેમાનોના હસ્તે કપડાની જોડીનું વિતરણ કરાયુ હતુ. મહાનોભાવોએ દિપોત્સવી તહેવારની બધાને શુભેચ્છા પાઠવી પ્રસંગને અનુરૂપ ઉદ્દબોધન કર્યુ હતુ. ડો. ગજેન્દ્ર યુ. મહેતા દ્વારા જરૂરતમંદ પરિવારોને જરૂરી સહાય કરાઇ હતી. અંતમાં આભારવિધિ નિરવભાઇ પારેખે કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેકટ ઇન્ચાર્જ ગીરીશભાઇ પરસાણા, કિશોરભાઇ પરસાણાના માર્ગદર્શન હેઠળ કૌશિકભાઇ દવે, યશવંતભાઇ પાટડીયા, ભરતભાઇ ત્રિવેદી, ભરતભાઇ રૂપારેલ, નિલેશભાઇ વોરા, રાજુભાઇ મહેતા, ઉમેશભાઇ જે. પી., અશોકભાઇ પાટડીયા અને મંડળના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(3:32 pm IST)