Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

રાજકોટમાં હેન્ડીક્રાફટના વિકાસ-પ્રોત્સાહન માટે કલેકટરે બીડૂ ઝડપયું: કેન્દ્રની એકસપર્ટ કાઉન્સીલ ટીમ પણ આવી

ખાસ પ્રેઝન્ટેશન રજૂ કરાયું: જરૂરીયાત-પડધરી તાલુકાનો પાયલોટ પ્રોજેકટ ખાસ રજૂ કરાયો

રાજકોટ, તા. ૨૪: સૌરાષ્ટ્ર તથા કચ્છના વિવિધ ભૌગોલિક વિસ્તારમાં પથરાયેલી હસ્તકલાનો વિકાસ થાય તે માટે કેન્દ્ર સરકારના એકક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સીલ ઓફ હેન્ડીકાફટની મદદથી એક વર્કશોપ કમ સેમિનાર રાજકોટ કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ બેઠકમાં સૌરાષ્ટ્ર તથા કચ્છની દેશ અને દુનિયામાં જાણીતી હસ્તકલાઓના વિકાસ અને પ્રોત્સાહનની બાબતની ચર્ચા-વિચારણા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર-કચ્છની હસ્તકલાઓ સાથે હજારો કલાકારોની આજીવિકા પણ જોડાયેલી છે ત્યારેઙ્ગ આ કલાઓના સર્વાગી વિકાસના સાથે, હસ્તકલાને વધુને વધુ પ્રોત્સાહન મળે તે માટે કેન્દ્ર સરકારના એકક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સીલ ઓફ હેન્ડીક્રાફટના અધિકારીઓઙ્ગ અને રાજકોટ જિલ્લાના વિવિધ સબંધિત વિભાગોના અધિકારીઓ તથા હસ્તકલાની વિવિધ સ્વૈછિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે ચર્ચા વિચારણા કરાઇ હતી.

આ પ્રસંગે હેન્ડીક્રાફટ સેકટર વિશેનું પ્રેઝન્ટેશન રજૂઙ્ગ કરાયું કરાયું હતું. જેમાં હેન્ડીક્રાફટ સેકટરની જરૂરીયાત, હેન્ડીક્રાફટના માર્કેટીંગ તેમજ પડધરી તાલુકાના થોરીયાળી ગામના પાઇલોટ પ્રોજેકટ વગેરેની જાણકારી પ્રેઝન્ટેશનના માધ્યમથી અપાઇ હતી.

આ સેમિનારમાં દેશ-વિદેશમાં યોજાતાઙ્ગ હેન્ડીક્રાફટના મેળા-પ્રદર્શન કમ સેલની જાણકારી પણ પ્રેઝન્ટેશન દ્વારા અપાઇ હતી. હેન્ડીડ્રાફટ સંસ્થાના પ્રતિનિધિઓએ હેન્ડીડ્રાફટ વિશેની ડિઝાઇન પ્રોડકટ માર્કેટીંગ વિશે અને આ ક્ષેત્રને બહેતર બનાવાના વિચારો રજૂ કર્યો હતા.

આ પ્રસંગે ભુજના ડેપ્યુટી કલેકટર સિધ્ધાર્થ ગઢવી, હેન્ડીક્રાફટના આસી. ડાયરેકટરશ્રી રવીવીર ચૌધરી, જિલ્લા ઉધોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી કિશોર મોરી, સૃજનના શ્રી રાજીવ ભટ્ટઙ્ગ તથા વિવિધ વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:31 pm IST)