Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

વવાણીયામાં માતુશ્રી રામબાઇમાંના મંદિરે સોમવારે અન્નકુટ મહોત્સવ - સ્નેહમિલન

આહિર સમાજ અને સર્વે ભાવિક ભકતોને ઉમટી પડવા જાહેર અનુરોધ

રાજકોટ તા. ૨૪ : દુષ્કાળના કપરા દિવસોમાં ભુખ્યાજનોને રોટલા પીરસી જઠરાગ્ની ઠારવાનો સેવા યજ્ઞ ચલાવી અમર થઇ ગયેલ માતુશ્રી રામબાઇમાંના મંદિર (ધામ) વવાણીયા ખાતે આગામી તા. ૨૮ ના સોમવારે અન્નકુટ મહોત્સવનું ધામધૂમભર્યુ આયોજન કરાયુ છે.

'અકિલા' ખાતે આ કાર્યક્રમોની વિગતો વર્ણવતા મહોત્સવ સમિતિના આગેવાનોએ જણાવેલ કે માળીયા (મીયાણા) તાલુકાના વવાણીયા ગામે આવેલ શ્રી રામબાઇમાંના મંદિરે વર્ષોની પરંપરા મુજબ નુતનવર્ષે અન્નકુટ મહોત્સવનું આયોજન કરાયુ છે.

તા. ૨૮ ના વહેલી સવારે ૯ વાગ્યાથી પૂજન અર્ચન, આરતી ધૂન સહીતના કાર્યક્રમો શરૂ થઇ જશે. બપોરે ૧૦.૩૦ વાગ્યાથી હરીહરની હાકલ પડશે. પધારનાર તમામ ભાવિકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે મહંતશ્રી જગન્નાથજી મહારા, શ્રી પ્રભુદાસજી, શ્રી કિશનદાસજી તથા ટ્રસ્ટીશ્રીઓની રાહબરી હેઠળ આ સ્થળે કાયમી ધોરણે અન્નક્ષેત્ર અને ગૌશાળાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. સમયાંતરે રકતદાન કેમ્પ, વ્યસન મુકિત કેમ્પ કરવામાં આવે છે.

ત્યારે સોમવારે માતુશ્રી રામબાઇમાંના સાનિધ્યમાં અન્નકોટ ઉત્સવ અને સ્નેહમિલન યોજવામાં આવેલ હોય સમસ્ત આહીર સમાજ તેમજ અન્ય સર્વે ભકતજનોએ ઉમટી પડવા જાહેર અનુરોધ કરાયો છે. આ અન્નકુટ મહોત્સવમાં મહાપ્રસાદમાં મુખ્ય સહયોગ મુંજકાવાળા ભુપતભાઇ સેગલીયા, પ્રવિણભાઇ સેગલીયા પરિવાર તરફથી મળેલ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સર્વશ્રી જશુભાઇ રાઠોડ, દિનેશભાઇ બોરીચા, પુનાભાઇ મૈયડ (મો.૮૯૮૦૨ ૨૪૯૪૨), ગીગાભાઇ રાઠોડ, પ્રવિણભાઇ કાનગડ, ધીરૂભાઇ રાઠોડ, ધીરૂભાઇ ડાંગર, જેસંગભાઇ ડાંગર, ચંદુભાઇ મિયાત્રા, રમેશભાઇ ડાંગર સહીતના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:29 pm IST)