Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

કાલે બપોરે તમામ કલેકટરો સાથે મુખ્ય ચૂંટણી અધિકારીની વીસીઃ મતદાર ચકાસણી અંગે સમીક્ષા..

સંખ્યાબંધ અધીકારીઓ રજા ઉપરઃ તમામની રજા કેન્સલ કરવા આદેશો...

રાજકોટ, તા.૨૪: મુખ્ય નિર્વાચીન અધિકારીશ્રી, ગુજરાતના અધ્યક્ષસ્થાને GSWAN મારફતે બપોરે ૧૨ થી ૧૪  દરમ્યાન વિડીયો ફોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. જે વિડીયો કોન્ફરન્સમાં ભારતના ચૂંટણી પંચના મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા અને મતદાર ચકાસણી કાર્યક્રમના સુધારેલા કાર્યક્રમ અને બી.એલ.ઓ. દ્વારા ઘર-ઘરની ચકાસણી અંગે આપવામાં આવેલ સૂચનાઓ બાબતેની સમીક્ષા કરવામાં આવનાર છે. જેમાં (૧) PDF પ્રિન્ટીંગની બાકી કામગીરી (ર) Format-1, Logical Error List4 Repeat EPIC List BLO ને પૂરાં પાડવા બાબત- થયેલ કામગીરી અને બાકી કામગીરી (૩) ચકાસણી થયેલ Format-1 નિયમિત સમયાંતરે એકત્ર કરવા તથા તેની ડેટા એન્ટ્રીની કામગીરી સંબંધે સમીક્ષા-ચર્ચા તથા (૪) EVP તથા સતત સુધારણા દરમ્યાન મળેલ હકક-દાવાઓના નિકાલ બાબતેની ચર્ચા કરવામાં આવશે. પરંતુ અત્રે એ નોંધનીય છે કે, દિપાવલી તહેવાર અનુસંધાને અનેક અધીકારીઓ રજા ઉપર ઉતરી ગયા છે, પરિણામે આ તમામની રજા કેન્સલ થયાની વિગતો સાંપડી પડી રહી છે, વીસી  બાબતે ભારે દોડધામ થઇ પડી છે.

(3:18 pm IST)