Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

મેટોડા જીઆઇડીસીમાં ભંગારના ડેલામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયોઃ ૩ની ધરપકડ

લોધીકા પોલીસે યુવરાજસિંહ, વિજયસિંહ અને સંજયને મેટોડા પાસેથી દબોચ્યા

રાજકોટ તા. ર૪ : લોધીકાના મેટોડા જીઆઇડીસીમાં આવેલા ભંગારના ડેલામાં તસ્કરોએ ત્રાટકી રૂ.૬૦ હજારના સ્ક્રેપની થયેલી ચોરીનો લોધીકા પોલીસે ભેદ ઉકેલી ત્રણની ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ જામનગરમાં ખટર ગ્રીનવીલમાં રહેતા અને લોધીકાના મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.૩ પાસે ભંગારનો ડેલો ધરાવતા સુમીતભાઇ કરમચંદભાઇ ખટર (ઉ.૪૦) ના ભંગારના ડેલામાં મોડી રાત્રે કોઇ અજાણ્યા ચાર શખ્સોએ પ્રવેશ કરી ડેલામાં રાખેલ પ૦૦ કિલોગ્રામ રૂ.૬૦ હજારના સ્ક્રેપ ચોરી ગયા હતા. આ બનાવ અંગે સુમીતભાઇએ લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ દાખલ કરી પીએસઆઇ બરબસીયાએ તપાસ આદરી હતી, દરમ્યાન રૂરલ એસપી અંતરીય સુદની સુચનાથી લોધીકાના પીએસઆઇ એચ. એમ. ધાંધલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બરબસીયા તથા હેડ કોન્સ. લખધીરસિંહ, મહીદીપસિંહ, ઉપેન્દ્રસિંહ સહિતના સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે મેટોડા પાસેથી યુવરાજસિંહ કીરીટસિંહ ગોહી (રહે. આલ્ફાસીટી, બાલસર ગામની સામે, મૂળ ભાવનગરના કનાડગામ), વિજયસિંહ રૂપસિંહ ગોહીલ (રહે. આલ્ફાસીટી મુળ કનાડ ગામ) તથા સંજય ગોપાલભાઇ બાંભણીયા (રહે. મેટોા જીઆઇડીસી મૂળ બાકરવળી તા. ગઢવાણ) ને પકડી લઇ જી.જે.-૧ કેસી-૩૮૭૬ નંબરની ઇન્ડીકા કાર તથા ચોરાઉ સ્ક્રેપના માલ સાથે પકડી લીધા હતા.

(11:41 am IST)