Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

રાજકોટ એરપોર્ટ રોડ ફાટક પાસે સ્વસ્તિક સોસાયટીના બંધ મકાનમાંથી 400 ગ્રામ સોનુ સહીત 13 લાખથી વધુની ચોરી

તસ્કરોએ ડિવીઆર અને સીસીટીવીનુ કનેકશન પહેલે થી જ કાઢી નાખ્યુ : જાણભેદુ હોવાની આશંકા : એફ.એસ.એલ અને ડોગ સ્કોડની મદદ લઈ તપાસ

 

રાજકોટ : રાજકોટના એરપોર્ટ રોડ ફાટક પાસે આવેલી સ્વસ્તિક સોસાયટીના બંધ મકાનમાંથી તસ્કરોએ તાળા તોડીને 11 થી 12 લાખની મતાની ચોરીની ઘટના બનતા ગાંધીગ્રામ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો

  અંગેની વિગત મુજબ સ્વસ્તિક સોસાયટીમાં રહેતા નિવૃત વણિક વેપારી રશ્મિકાન્ત બોટાદરા બહારગામ ગયા હતા દરમિયાન રાત્રે તસ્કરો આસોપાલવ નામના બંધ મકાનમા ઘુસી 400 ગ્રામ સોના અને રોકડ રકમ સહિત 13 લાખથી પણ વધુના મુદ્દામાલની ચોરી કરી હોવાનુ સામે આવ્યુ છે  રશ્મીકાન્તભાઈ પરત ફરતા ચોરી થયાનું જણાયું હતું

ચોરીની ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો સાથે ડીસીપી જાડેજા પણ દોડી ગયા હતા

  અંગે ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી છે

. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમા ઘરમા રહેલ સીસીટીવી ફુટેજ પોલીસ મેળવી શકે તે માટે તસ્કરોએ ડિવીઆર અને સીસીટીવીનુ કનેકશન પહેલે થી કાઢી નાખ્યુ હતુ. આમ, પોલીસને શંકા છે કે ઘટનાને અંજામ આપનાર કોઈક જાણ ભેદુ હોઈ શકે છે. જેના કારણે પોલીસે હાલ એફ.એસ.એલ અને ડોગ સ્કોડની મદદ લઈ તપાસ હાથ ધરી છે

(12:24 am IST)