Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

કૈલાસ પાર્કમાં રહેતાં નરેશભાઇ કક્કડનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૪: યુનિવર્સિટી રોડ પર કૈલાસ પાર્ક-૫માં રહેતાં નરેશભાઇ વેલજીભાઇ કક્કડ (ઉ.૫૩) સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.  બનાવ અંગે હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનાર નરેશભાઇ કેટરર્સનું કામ કરતાં હતાં. સંતાનમાં એક પુત્ર માનવ છે. કેન્સરની બિમારીથી મૃત્યુ થયાનું પરિવારજનોએ જણાવ્યું હતું. પોલીસે એડી નોંધી કાર્યવાહી કરી હતી. (૧૪.૬)

(4:09 pm IST)