Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

વેપાર ઉદ્યોગ પર બોજારૂપ વ્યવસાય વેરો નાબુદ કરવા ચેમ્બરની રજુઆત

રાજકોટ, તા., ૨૪: રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ ગુજરાત સરકાર દ્વારા રાજયના વેપાર-ઉદ્યોગ પર જે વ્યવસાય વેરો લાદવામાં આવેલ છે. તેમાં આ વેરાની આવક સરકારને નજીવી થાય છે. પરંતુ વેપાર-ઉદ્યોગ એકમોને વહીવટી પ્રક્રિયાનો ઘણો બોજો સહન કરવો પડતો હોય વ્યવસાયવેરો નાબુદ કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના ધ્યાન ઉપર વાત મુકી છે.

વ્યવસાય વેરો વેપાર-ઉદ્યોગ પર વધારાના બોજારૂપ હોવાનું સ્વીકારી દેના ઘણા વિકાસશીલ રાજયોએ અપનાવેલ નથી. ગુજરાત રાજયને વ્યવસાય વેરાની વેપાર-ઉદ્યોગ પાસેથી મહેસુલી આવક માત્ર રૂ. ૧પ૦ કરોડ આસપાસની થાય છે. ત્યારે આટલી નજીવી મહેસુલી આવક જતી કરાય તો વેપાર-ઉદ્યોગ વર્ગને ઘણી મોટી વહીવટી રાહત મળી શકે તેમ હોવાનું રજુઆતમાં જણાવેલ છે.

સમગ્ર દેશમાં એક કર એક દેશ સુત્ર મુજબ સમાન કર પધ્ધતી-જીએસટી અમલી બની છે. ત્યારે ગુજરાત રાજયમાં વ્યવસાય વેરાની વસુલાત સમાન કર પધ્ધતી જીએસટીના કેન્દ્ર સરકારના મુળભુત ઉદેશો સુશંગત હોવાનું રજુઆતના અંતમાં રાજકોટ ચેમ્બરની યાદીમાં જણાવેલ છે. (૪.૭)

(4:08 pm IST)