Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

શરદ પૂર્ણિમાના ચંદ્રના કિરણો અનેક ગુણોયુકત છે

બાર મહિને માત્ર એક દિવસ આવતી આસો સુદ પુનમ એટલે કે શરદપૂર્ણિમાંના ચંદ્રમાના કિરણોની અકલ્પનીય શકિત અને તાકાત છે. યોગ્ય રીતે આ ઉત્ત્।મ યોગનો સદુપયોગ કરવાની તક કોઈ કરે તો કલ્પનાતીત ફાયદાઓ થવાની શકયતા છે.  શરદ પુનમ ના ચંદ્રના કિરણોને એટલી બધી શકિત છે કે તળાવમાં ૨ કિલોમીટર તળીયે રહેલી એક વનસ્પતિને વર્ષમાં એક જ વાર આવે છે. તે શરદપુનમના ચંદ્રના કિરણોની શકિતને આધીન હોય છે.

આયુર્વેદમાં બતાવેલી ૨૦ અબજથી વધારે ઔષધિઓના ગર્ભમાં ચંદ્રની તાકાત ધરબાયેલી પડેલી હોય છે. અરે સમુદ્રમાં આવતી ભરતી અને ઓટ તેને પણ આજનું વિજ્ઞાન ચંદ્ર ઉપર નિર્ભર છે તેમ માને છે. ધર્મશાસ્ત્રો ફરમાવે છે કે જેમ સંુસુમ્ણા નાડીમાં સરસ્વતી માતાનો વાસ છે તેમ ચંદ્રના કિરણોમાં પણ સરસ્વતી માતાનો વાસ છે. શરદપુનમની રાત્રિએ માથા ઉપર કોઈ છજ્જા આવે અને સમગ્ર શરીર ઉપર ખાસ કરીને આંખોની અંદર ચંદ્રના કિરણો પ્રવેશ કરે તે રીતે સફેદ વસ્ત્ર પહેરીને સફેદ આસન ઉપર સફેદ સુતરની માળાથી શ્રી ચંદ્રપ્રભસ્વામીનો જાપ કરવાથી મનની અંદર રહેલી અશાંતિઓ અને સંકલેશો  દૂર થાય છે. શકય હોય ત્યાં સુધી શરદપુનમને દિવસે અથવા પુનમને દિવસે દેશી ગાયનું ચોખ્ખું ઘી, સાકર અને સોનાના વરખના ચાર થી પાંચ પાના બે-ત્રણ કલાક સુધી લસોટીને સમગ્ર રાત્રિ શરદપૂન મની ચંદ્રમાંની નીચે રાખવું જે મંદબુધ્ધીવાળા બાળકોને માટે ખુબ ફાયદો થાય છે. અને આ સુવર્ણયુકત ઘી નિત્ય પછી ચણોઠીના દાણા જેટલું રોજ વાપરવું તેથી પજ્ઞામાં ઉત્ત્।મ વધારો થાય છે. માત્રા અત્યંત અલ્પ રાખવી. બદ્ઘિ વૃદ્ઘિ માટે અણમોલ છે,

 સામાન્ય રીતે ચંદ્રની રાત્રિએ દૂધ-પૌઆ ખાવાનો રિવાજ છે, પરંતુ જેનો રાત્રિભોજન કરતા નથી હોતા તેથી તેઓ આયુર્વેદનો આ પ્રયોગ ઉત્ત્।મ રીતે કરી શકે છે. જેમાં કાગદી, બદામ પૂનમને દિવસે સવારે ફોડીને ફૌડેલી બદામનું વજન એક કિલો થાય તેટલું લઈને તેનો ભુક્કો કરી નાખવો જોઈએ. તેમાં દેશી ખડી સાકર દળેલી એક કિલો ઉમેરવાની અને દેશી ગાયનું ઘી એક કિલો. આ ત્રણેય દ્રવ્યો બરાબર મિશ્રીત કરીને તેમાં ૨૫૦ ગ્રામ મરી પાવડરનો ભૂક્કો નાંખીને ઉપર ચારણી જેવું ઢાંકીને ચંદ્રના કિરણોમાં શરદપુનમની રાત્રે અગાસીમાં રાખીને આ પાક દિવસ દરમિયાન વાપરવાથી ઉત્તમ યોગ બને છે. અને તે તન-મનની સ્વસ્થતા બક્ષે છે.

શરદપુનમની રાત્રિએ જેૈનો શ્રી શક્રસ્તવ  સ્ત્રોત દ્વારા એટલે કે ચેૈત્યવંદનમાં જે બોલીયે  છીએ તે નમોત્થુણં સ્તોત્રનો ૧૦૮ વખત જાપ કરવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તી સુલભ થતી હોય છે. કેટલાક સાઘકો ૨૭૩ વિદોષણાવાનું શ્રી વર્ધમાન શક્રસ્તવનો પણ જાપ કરતા હોય છે. જેમ મંત્રાધિરાજ શ્રી નમસ્કાર મહામંત્ર છે. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થ છે.  તંત્રાધિરાજ શ્રી જિનશાસન છે, પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વ છે. ગ્રંથાધિરાજ શ્રી કલ્પસૂત્ર છે તે પ્રમાણે એક અપેક્ષા  સ્ત્રોતાધિરાજ શ્રી વર્ધમાન શક્રસ્તવ છે. અનંતા તીર્થકરોના ચ્યવન અને જન્મસમયે શક્રેન્દ્ર મહારાજ આ સ્તોત્ર દ્વારા પરમત્માના અનંત ગુણોમાંના ૨૭૩ ગુણોની શ્રૈણી લયબધ્ધ,  તાલબદ્ઘ અને અલંકાર યુકત રીતે એટલી અદ્ભુત રીતે શક્રેન્દ્ર મહારાજ દ્વારા સ્તવના કરવામાં આવે છે અને અસંખ્ય દેવો તે સાંભળવામાં આવે છે. ભવાંતરમંા અસંખ્ય પુણ્ય હોય તો જ તે સાંભળવા મળે છે. આવા સ્તોત્રાધિરાજ શક્રસ્તવની સ્તવના શક્રેન્દ્ર મહારાજા પ્રસન્ન થઈને અનુસિદ્ઘ સૈનેન કવચઃ એટલે કે આઠ મહા પ્રભાવકોમાંના એક શ્રી સિદ્રસેન દિવાકરસૂરિજી ની સમીપ ભકિતસ્વરૂપે ઘરે છે. જેમ આજે દેવનું દર્શન દુર્લભ છે તો દેવવાણી કેટલી દુર્લભ હોય, અને દર્શન જો ખાલી જતું નથી તો તેનાથી અમૂલ્ય એવી આ દેવવાણી તે પણ દુર્લભ છે. અને નિષ્ફળ નથી જતી.

તેના ફળાદેશામાં જણાવાયું છે કે મંત્રરાજના ઉપનિષદ્ ના સમાન આ સ્તોત્રનો પાઠ કરવાથી અષ્ટ મહાસિદ્ઘિની પ્રાપ્તિ, સર્વ પાપનું નિવારણ, સર્વ પુણ્યનું કારણ, તેના મૂળ સ્વરૂપી દોષોનો હાસ અને ગુણોનો વિકાસથાય છે. અને જગતની સર્વ ઈષ્ટ વસ્તુઓ સન્મુખ થાય છે, ચારેય નિકાયના દેવો હંમેશને માટે પ્રસન્ન થાય છે. આધિ, વ્યાધિ, અને ઉપાધિ નો મૂળથી નાશ થાય છે, પંચભૂત અનુકુળ થાય છે. સર્વ સંપત્ત્િ।નો હેતુસ્વરૂપ પરમાત્મા પ્રત્યે અપાર અનુરાગ પ્રગટ થાય છે. સાધુ પુરુષો કૃપા કરવા માટે તત્પર થતા હોય છે. દુષ્મનાવટ ક્ષીણ થાય છે, જલ, સ્થલ અને ગગનના ક્રૂર જંતુઓ મૈત્રીવાળા થાય છે, અદ્યમ વસ્તુઓ ઉત્ત્।મરૂપે પરીણમે છે. ધર્મ, અર્થ અને કામ ગુણથી મનોહર બને છે. એક  ગુણનું જેમ યથાર્થ રીતે વર્ર્ણન નથી થઈ શકતુ તેમ આવા પરમકૃપાળુ પરમાત્માના ગુણોનું જે વર્ણન કરે તેને જે ફળ મળે તેનું પણ વર્ણન થઈ શકાતું નથી. તેથી બહુના? એટલે વધુ શું કહીએ તેમ શકેન્દ્ર મહારાજા અટકી જાય છે. એટલે જ શાસ્ત્રોમાં કહેવાયું છે ગગનતણું ન લકુ જિમ માન, અનંત ફુલ તિમ જિન ગુણાગાનં એટલે કે જેમ આકાશનું માપ નથી લઈ શકાતું  તેમ પ્રભુનો કોઈ એક ગુણ પણ ગાય તેને જે ફળ મળે તેનું માપ લઈ શકાતું નથી, 

અને અંતમાં ફળાદેશની પરાકાષ્ઠામાં શિખર પર ધજા ચડે તેમ ફરમાવાયું છે કે આ  ગુણોનો જે સારી રીતે જાપ કરે, પાઠ કરે, વારે વારે ગણે, કોઈ સાંભળે કે સારી રીતે અનુપેક્ષા  કરે  તેવા આત્માને મોક્ષ લેવા નહીં જવાનું પરંતુ સ્વયંવરમાં બેસવાનું અને મુકિતરૂપી કન્યા આવીને ગળામાં માળા આરોપણ કરી જાય તેવા આ અદ્ભુત સ્તોત્રનો શરદપુનમની રાત્રે જાપ કરવાથી વિશિષ્ટ હિત અને આત્મકલ્યાણ થાય તેવી ઉત્ત્।મ શકયતા છે.

શ્રી વર્ધમાન પરીવારના યુવાનો આ માટે સામુહિક રીતે શરદપુનમની રાત્રિના વિશિષ્ટ જાપ કરતા હોય છે. જેમાં કોઈને જોડાવુ હોય તો તેઓએ ફોન નં, ર૮૯૯૬૨૫૪  ઉપર પોતાનું નામ અને નંબર આપી દેવા નમ્ર વિનંતી છે. (૪૦.૨)

અતુલકુમાર વ્રજલાલ શાહ

મો.ઙ્ગ૯૩૨૪૪૭૦૦૫૪

(4:06 pm IST)