Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

સગીરાની છેડતી-પોકસોના ગુનામાં આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા. ૨૪ :. અહીંના કોઠારીયા રોડ વિસ્તારની સગીર બાળાના પોકસોના કેસમાં પકડાયેલ આરોપી જીજ્ઞેશ કિશોરભાઈ રાઠોડને ગુજરાત હાઈકોર્ટે શરતોને આધીન જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

આ બનાવ અંગે મહિલા પોલીસમાં આરોપી વિરૂદ્ધ સગીરાની છેડતી કર્યાની તેમજ અડપલા કરવા અંગે કલમ ૩૫૪ હેઠળ અને પોકસોની કલમ હેઠળની ફરીયાદ કરવામાં આવી હતી.

આ ગુનામાં પોલીસે તપાસ કરતા આરોપી બનાવનો ભોગ બનનાર સગીરાની માતાને પણ લઈ ગયો હતો અને તને પણ લઈ જવી છે તેમ કહીને છેડતી - અડપલા કર્યા હતા.

આ ગુનામાં આરોપીએ જામીન પર છોટવા અરજી કરી હતી. આ અરજીની હાઈકોર્ટમાં સુનાવણી થતા બન્ને પક્ષોને રજૂઆત - દલીલો ધ્યાને લઈને હાઈકોર્ટે આરોપીને શરતોને આધીન જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

આ કામમાં આરોપી વતી એડવોકેટ પ્રતિકભાઈ જસાણી હાઈકોર્ટમાં તેમજ રાજકોટ ખાતે જીતેન્દ્રસિંહ પરમાર, બાલાભાઈ સેફાતરા, ખોડુભા સાકરીયા રોકાયા હતાં.(૨-૧૫)

(4:01 pm IST)